Rajkot Viral Video: રાજકોટના દાદાએ કર્યા બાઈક પર સ્ટંટ, વીડિયો વાયરલ રાજકોટ:હાલમાં સોશિયલ મીડિયામાં લાઈક અને કૉમેન્ટની ઘેલછામાં યુવાનો બંદૂકો અને અવનવા બાઈક સ્ટંટ સાથેના વીડિયો બનાવતા હોય છે. વાઇરલ કરતા હોય છે. આ બધાની વચ્ચે રાજકોટમાં એક વૃદ્ધનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં આ વૃદ્ધ સ્ટંટ કરી રહ્યા છે. આ વૃદ્ધ કોઈ પણ જાતના ડર વગર બાઈક પર ઊભા સ્ટંટ કરી રહ્યા છે. સ્ટંટ કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હાલ તે ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે લોકો પણ તેને ખૂબ જ વાઇરલ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Gujarat High Court : રાજ્યમાં સામાજિક કાર્યક્રમમાં શાંતિ સલામતી માટે હાઈકોર્ટે સરકારને કર્યો સવાલ
સ્ટંટ કરતા દાદાઃરાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર એક વૃદ્ધ દાદા બાઈક લઈને જઈ રહ્યા હતા. અવનવા સ્ટંટ કરી રહ્યા હતા. જ્યારે આ રસ્તા ઉપર વૃદ્ધની પાછળ ચાલી રહેલા એક યુવક દ્વારા તેમનો વીડીયો મોબાઇલમાં કરવામાં આવી રહ્યો છે. વૃદ્ધના સ્ટંટ જોઈને બોલી રહ્યો છે કે, વાહ બાપા વાહ. આ વૃદ્ધ બાઈક ઉપર સુતા સુતા, તો ક્યારેક ઉભા થઈને બાઈક ચલાવી રહ્યા છે. જ્યારે આ વીડિયોમાં સ્પષ્ટપણે આ બાઈકના નંબર પણ જોવા મળી રહ્યા છે. જેમાં શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા મવડી વિસ્તારના ઓવરબ્રિજ ઉપરથી આ વૃદ્ધ બાઈક પર સ્ટંટ કરતા કરતા નીચે ઉતરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Porbandar Kirti Mandir: કીર્તિમંદિર આસપાસના વિસ્તારમાં બાંધકામ કરનારા 19 લોકો સામે ફરિયાદ
પોલીસ તપાસ શરૂઃજોકે યુવાનોને પણ શરમ આવે તેવા સ્ટંટ રાજકોટમાં એક વૃદ્ધ દ્વારા કરવામાં આવ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં બાઈકના નંબર પણ જોવા મળી રહ્યા છે. જેને લઈને રાજકોટ પોલીસે હવે આ મામલે વધુ તપાસ શરૂ કરી રહી છે. રાજકોટમાં અગાઉ યુવાનો બંધુક અને પિસ્તોલના રવાડે ચડ્યા હતા. સોશિયલ મીડિયા ઉપર બંધુક અને પિસ્તોલ સાથેના વિડીયો મુકતા હતાહવે આ વૃદ્ધનો બાઈક ઉપર સ્ટંટનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા પણ હવે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.