- ખાનગી શાળાઓના ફીના નિર્ણયને લઈને NSUI ફરી મેદાનમાં
- સેલ્ફાઈન્સ સ્કુલ એસોસિયેશન દ્વારા ફી નહીં તો શિક્ષણ બંધનો નિર્ણય
- બાળકોની કારકિર્દી પર સંકટના વાદળો
રાજકોટ : કોરાના કાળ વચ્ચે શાળા-કોલેજમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યા બાદ ફી બાબતની અવારનવાર કચવાટ ચાલુ રહે છે, પંરતુ મંગળવારે સેલ્ફાઈન્સ સ્કુલ એસોસિયેશન દ્વારા "ફી નહી તો શિક્ષણ બંધ"નો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરાના કાળ વચ્ચે રોજગાર, ધંધામા મંદી સૌ કોઈ માટે માથાનો દુખાવો બન્યો છે, ત્યારે આવા નિર્ણયથી વાસ્તવિક જે વિદ્યાર્થીના વાલીની આર્થિક પરિસ્થિતિ હાલના સંજાગોમા ખરાબ છે, તેમના માટે પોતના બાળકની કારકિર્દી માટેના અનેક સવાલ પેદા કરે છે.
25 ટકા સ્કુલ ફી માફીનો લોલીપોપ
વાલીઓની જાગૃતતાની ઉણપને લીધે રાજ્ય સરકારે માત્ર 25 ટકા સ્કુલ ફી માફીનો લોલીપોપ આપ્યો છે અને તેમના કારણે આજે વાલીઓ અને સ્કુલ સંચાલકો આમને સામને આવી ગયા છે. જ્યારે શાળા કોલોજની ફી બાબતે સરકારે છટકબારી કરી છે.
ફી મુદ્દે જરૂર જણાશે તો શાળા સામે વિરોધ પ્રદર્શન કરશે
NSUIના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સુરજ ડેર અને રાજકોટ જિલ્લા NSUIના પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યુ હતું કે, સેલ્ફાઈન્સ સ્કુલ એસોસિયેશનના "ફી નહી તો શિક્ષણ બંધ"ના નિર્ણય સામે જે વાલીની પરિસ્થિતિ વાસ્તવિક હાલના સંજોગો ફી ભરી શકે તેમ નથી, તેવા વિદ્યાર્થીઓનુ શાળા જો ઓનલાઈન શિક્ષણ બંધ કરશે અને તેવા વાલીની ફરિયાદ અમને મળશે, તો શિક્ષણ ચાલુ કરાવવા માટે NSUI શાળા સંચાલકને રજૂઆત પણ કરશે અને જરૂર જણાશે તો સ્કુલ સામે વિરોધ પ્રદર્શન પણ કરશે.