ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ: ગોંડલમાં કોરોનાયોદ્ધા તરીકે ફરજ બજાવતા વાહન ચાલકોએ DDOને કરી રજૂઆત

ગોંડલમાં કોરોનાયોદ્ધા તરીકે ફરજ બજાવતા વાહન ચાલકોના ભાડા મંજુર નહીં થતા તેઓની હાલત કફોડી બની છે. છેલ્લા ચાર માસથી ભાડું ચૂકવામાં આવ્યું ન હોવાથી ડીડીઓને રજૂઆત કરવામાં આવી હતી.

ETV bharat
રાજકોટ : ગોંડલમાં કોરોના યોદ્ધા તરીકે ફરજ બજાવતા વાહન ચાલકોને ચૂકવવી ન કરતા ,ડીડીઓ ને રજૂઆત કરી

By

Published : Jul 4, 2020, 10:56 PM IST

ગોંડલ: તાલુકાના ત્રાકુડા, મોવિયા, સુલતાનપુર, નારણકા, શિવરાજગઢ, વાસાવડ, દેરડી, દડવા તેમજ અર્બન હેલ્થ સેન્ટર એક અને બે માં કોરોના યોદ્ધા તરીકે ફરજ બજાવતા વાહનચાલકોને છેલ્લા ચાર માસથી વાહનનું ભાડું મળ્યું ન હોવાથી ડીડીઓને રજૂઆત કરવામાં આવી હતી. જો પ્રશ્નોનું તાકીદે નિરાકરણ નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી છે.

વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાકટ બેઈઝથી ચાલતા વાહનોના માલિકો અને ચાલકો એ ડીડીઓને રજુઆત કરી હતી કે ‘હંસીલ એન્ટરપ્રાઈઝ', ૩૩૩-સ્ટાર ચેમ્બર, હરિહર ચોક, રાજકોટના નેજા હેઠળ વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અમારા વાહન કોન્ટ્રાકટ બેઈઝથી ભાડેથી ચલાવવામાં આવે છે.

હાલમાં કોરોના વાઇરસની મહામારીના કપરા કાળમાં રાત-દિવસ એક કરી સરકારની સુચના મુજબ કામગીરી બજાવી છીએ, અહર્નિશ સેવા બજાવતા તેમાંજ સતત વ્યસ્ત હોવાના કારણે અમોને જીવન નિર્વાહ કરવા માટે અન્ય કોઈ સાધન છે જ નહીં કુટુંબ કબીલા સાથે રહીએ છીએ ઉપરોક્ત કામગીરી સબબ અમો અરજદારને છેલ્લા ચાર માસથી વળતર, ભાડાની કોઈપણ જાતની રકમ મળી નથી.

જેના લીધે અમે ખૂબ જ આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છીએ જીવન નિર્વાહ તથા અન્ય જરૂરી રાશન વેગેરે માટે રૂપિયાની હાલ ખૂબ જરૂર હોવાથી બાકી રહેતી છેલ્લા ચાર માસથી વણ ચુકવેલ વળતર, ભાડું રકમ સત્વરે ચૂકવી આપવા અમારી માંગ છે. જો અમને તાત્કાલિક વળતરની રકમ નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવાની ફરજ પડશે અને ભવિષ્યમાં અમારા વાહનની કામગીરી બંધ કરીશું જે અંગેની નોંધ લેવી તેવી ચીમકી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details