ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News : રાજ્યમાં પ્રથમ રાજકોટની શાળામાં રાષ્ટ્રીય શિક્ષણ હેઠળ વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ - જકોટની જીનીયસ સ્કુલ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વોકેશનલ ટ્રેનિંગ અંગે નિર્દેશ કરવામાં આવેલો છે. જેને લઇને રાજકોટની જીનીયસ સ્કુલે વિદ્યાર્થીઓના કૌશલ્યોનો વિકાસ થાય તેવા હેતુથી વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રથમ વખત રાજકોટની શાળામાં રાષ્ટ્રીય શિક્ષણ હેઠળ વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.

Rajkot News : રાજ્યમાં પ્રથમ રાજકોટની શાળામાં રાષ્ટ્રીય શિક્ષણ હેઠળ વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ
Rajkot News : રાજ્યમાં પ્રથમ રાજકોટની શાળામાં રાષ્ટ્રીય શિક્ષણ હેઠળ વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ

By

Published : Jul 10, 2023, 7:37 PM IST

ટ્રેઇન્ડ ફોર્સની ખૂબ જ જરૂર

રાજકોટ : હાલમાં શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ચર્ચાઓ દેશભરમાં ચાલી રહી છે. એવામાં રાજકોટની જીનીયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ધોરણ 6,7અને 8ના તમામ વિદ્યાર્થીઓને વોકેશનલ ટ્રેનિંગ આપવી ફરજીયાત છે. તેવો નિર્દેશ કરવામાં આવ્યો છે. જેને લઇને રાજકોટની જીનીયસ સ્કુલ દ્વારા અન્ય શાળાઓને પ્રેરણા મળે તે માટે અને વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તેવા હેતુથી વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.

800 કરતા વધુ વિદ્યાર્થીએ લીધી તાલીમ : આ અંગે જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયૂટના ચેરમેન ડી વી મહેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ધોરણ 6,7 અને 8ના વિદ્યાર્થીઓને વોકેશનલ ટ્રેનિંગ એટલે કે વ્યવસાયિક તાલીમ આપવી ફરજીયાત છે. ત્યારે ભારત આજે સમગ્ર વિશ્વમાં મેન્યુફેક્ચરિંગ હબ બનવા જઈ રહ્યું છે. જેના કારણે આગામી દિવસોમાં ભારતને ટ્રેઇન્ડ ફોર્સની ખૂબ જ જરૂર પડવાની છે. જેને ધ્યાનમાં રાખીને આ વોકેશનલ ટ્રેનિંગ બાળકોને સ્કૂલમાં જ મળી રહે તે પ્રકારનું શિક્ષણનીતિમાં દિશા નિર્દેશ કરવામાં આવ્યા છે. જેના અમલ માટે કેન્દ્ર સરકાર પણ કટિબદ્ધ છે.

કેન્દ્ર સરકારના વર્ષ 2021, 22ના જે આંકડાઓ છે તે આંકડાઓ મુજબ 15.6 ટકા જે આપણો 12 વર્ષથી લઈને 59 વર્ષ સુધીનો વર્ક ફોર્સ છે તે લોકોને વોકેશનલ ટ્રેનિંગ મળી છે. જ્યારે નેશનલ એજ્યુકેશન પોલીસી અંતર્ગત 2025 સુધીમાં 50% વિદ્યાર્થીઓને કે જેમને પ્રાથમિક શિક્ષણ લેવલે માધ્યમિક શિક્ષણ લેવલે અથવા તો યુનિવર્સિટી લેવલે આ વોકેશનલ ટ્રેનિંગ પ્રાપ્ત થાય તેઓ કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય છે. જેને લઈને જીનિયસ ગ્રુપ ઓફ સ્કુલ દ્વારા આ વોકેશનલ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે...ડી. વી. મહેતા (નિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયૂટના ચેરમેન)

વિદ્યાર્થીએ ફિલ્ડમાં જઈને લીધી તાલીમ : ડી વી મહેતાએ જણાવ્યું હતું કે આ ટ્રેનિંગમાં ધોરણ 6થી 8ના અંદાજિત 800 જેટલા વિદ્યાર્થીઓએ કુલ 30 કલાકની ટ્રેનિંગ લીધી હતા. જેમાં 15 કલાક ફિલ્ડમાં જઈને ટ્રેનિંગ અને 15 કલાક તેમને અસાઇમેન્ટની ટ્રેનીંગ આપવામાં આવી હતી. જ્યારે આ વિદ્યાર્થીઓને શાળાના નિષ્ણાંત પ્રોફેસરો દ્વારા CBSC દ્વારા સૂચવવામાં આવેલા 33 વિષયો માંથી 9 જેટલા કોર્સની તાલીમ આપવામાં આવી હતી. જેમાં એન્જિનિયરિંગ MBA, MCA, હોમિયોપેથિક, આયુર્વેદ, નર્સિંગ સહિતના વિષયોની તાલીમ આપવામાં આવી હતી.

મેં મેડિસિનનો સબ્જેક્ટ રાખ્યો હતો. જેમાં ઘરે કોઈ પ્રકારે વિવિધ મેડિસિનની જરૂરિયાત ઊભી થાય તો લઈ શકાય,. જેમાં મને મેડિકલને લગતા ઇન્સ્ટ્રુમેન્ટની ટ્રેનિંગ, ડ્રેસિંગ કેવી રીતના કરવું તે શીખવાડવામાં આવ્યું હતું. આ સાથે જ વિવિધ દવાઓના નામ અને તેની બનાવવાની ડેટ એક્સપાઈર ડેટ સહિતની પણ મને જાણકારી આપવામાં આવી હતી. જ્યારે આ પ્રકારની તાલીમથી મને ખૂબ જ ફાયદો થશે. મારે ભવિષ્યમાં ડોક્ટર બનવું છે જેના કારણે મારે મેડિકલનો વિષય પસંદ કર્યો હતો...તાલીમી વિદ્યાર્થી

વિષય પસંદ કરીને તેમને અસાઇમેન્ટ: આ ટ્રેનિંગ દરમિયાન વિદ્યાર્થીઓને એક વિષય પસંદ કરીને તેમને અસાઇમેન્ટ આપવામાં આવતું હોય છે એટલે વિદ્યાર્થીઓ આ એસાઈમેન્ટના આધારે ફિલ્ડમાં જઈને વિવિધ વિષયો અંગેના ઇન્ટરવ્યૂ અને ફિલ્ડ વર્ક કરતા હોય છે અને તમિલ મેળવે છે. આ તાલીમ અંતર્ગત વિદ્યાર્થીઓએ 5 દિવસ શાળાએ બેગ લઈને પણ આવવાનું હોતું નથી. તેમજ પાંચ દિવસ આ એક જ એસાઈમેન્ટ ઉપર તેમને કામ કરવાનું હોય છે. જે ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ ખાતે જીનિયસ સ્કૂલ દ્વારા આ પ્રોગ્રામની તાલીમ આપવામાં આવી હતી.

  1. અમદાવાદની 206 સ્કૂલોમાં NASની પરીક્ષા લેવાઈ, દેશભરમાં એચિવમેન્ટ સર્વેના ભાગરૂપે લેવાય છે પરીક્ષા
  2. PM મોદી શિક્ષક બની સમજાવી રહ્યા છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ...
  3. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલીકરણ માટે ટાસ્ક ફોર્સની કરવામાં આવી રચના

ABOUT THE AUTHOR

...view details