સનાતન ધર્મના સાધુસંતોની બેઠક રાજકોટ : એક તરફ સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાનજીના વિવાદિત ચિત્રો મામલે દેશભરમાં સનાતન ધર્મમાં સાધુ સંતો અને મહંતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એવામાં બીજી તરફ રાજકોટમાં સ્વામિનારાયણ બીએપીએસ સંસ્થાના અપૂર્વમુનિ સ્વામી દ્વારા ભગવાન શ્રીરામના ધર્મપત્ની એવા જાનકી અને લક્ષ્મણ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. જે મામલે આજે રાજકોટના જગન્નાથ મંદિર ખાતે સનાતન ધર્મના સાધુ સંતોની બેઠક યોજાઈ હતી.
અપૂર્વમુનિ સ્વામી માફી માગ : આ બેઠકમાં સામે આવ્યું છે કે અપૂર્વમુનિ દ્વારા જે પ્રકારની ટિપ્પણી માતા જાનકી વિરુદ્ધ કરવામાં આવી છે તે તદ્દન ખોટી છે. અપૂર્વમુનિ સ્વામી જે પ્રકારે જાનકી માતાને લક્ષ્મણની વાત કરી રહ્યા છે. તેવી વાત ચોપાઈમાં ક્યાંય પણ લખવામાં આવી નથી. જેના કારણે અપૂર્વમુનિ સ્વામી દ્વારા આ પ્રકારના શબ્દો ન ઉચ્ચારવા જોઈએ અને તેમને સાધુસંતો અને સનાતન ધર્મના લોકોની માફી માંગવી જોઈએ.
સ્વામિનારાયણ સંસ્થાના અપૂર્વમુનિ સ્વામીએ જે પ્રકારની વિવાદિત ટિપ્પણી જાનકી માતા વિરુદ્ધ કરી છે તે યોગ્ય નથી. ખરેખરમાં ચોપાઈમાં આ પ્રકારની વાતનો કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જ્યારે ચોપાઈમાં જે શબ્દો જાનકી માતા દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે શબ્દો માર્મિક છે. એવામાં અપૂર્વમુનિ સ્વામી દ્વારા જે પણ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે અયોગ્ય રીતે કરવામાં આવ્યો છે. અપૂર્વ મુનિ પોતાની રીતે મનફાવે તેમ સનાતન ઘરમાં ભગવાન વિરુદ્ધના શબ્દો ઉચ્ચારી રહ્યા છે. જ્યારે અપૂર્વમુનિ સ્વામી દ્વારા બોલવામાં આવેલા શબ્દો તેમને પાછા લેવા જોઈએ અને સનાતન ધર્મના સાધુસંતોની માફી માંગવી જોઈએ...ત્યાગી મહારાજ (રાજકોટ જગન્નાથ મંદિર)
સનાતન ધર્મના સાધુઓ આકરા મિજાજમાં : ત્યાગી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે રામાયણમાં લક્ષ્મણનું વૈરાગી સ્વરૂપ છે અને જાનકી માતાનું ભક્તિ સ્વરૂપ છે. તેમજ અપૂર્વમુનિ સ્વામીએ જે પ્રકારના શબ્દો ઉચ્ચાર્યા છે. જેમાં જાનકી માતા લક્ષ્મણને લગ્ન કરવાનું કહી રહ્યા છે. ત્યારે આ પ્રકારના પુરાવા અપૂર્વમુનિ સ્વામીએ આપવા જોઈએ, માતા જાનકીએ કોઈ દિવસ લક્ષ્મણને લગ્ન માટે કહ્યું નહોતું. એવામાં સ્વામિનારાયણ સંપ્રદાયના અપૂર્વમુનિ સ્વામી દ્વારા જે પણ પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું છે તે તદ્દન ખોટું છે. ત્યારે આવા લોકોને સનાતન ધર્મમાંથી બહાર કરવા જોઈએ. આ પ્રકારની ટિપ્પણી કરનાર લોકો અસુર છે ત્યારે તેમને સનાતનમાંથી દૂર કરવા જોઈએ આ પ્રકારના આક્ષેપ પણ ત્યાગી મહારાજ દ્વારા કરવામાં આવ્યા હતાં.
બે દિવસ પહેલાં વિડીયો વાયરલ થયો હતો :ઉલ્લેખનીય છે કે અપૂર્વમુનિ સ્વામીનો તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેઓ માતા જાનકી વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા. જેને લઈને રાજકોટમાં સનાતન ધર્મના સાધુસંતોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
- Surat News: ગોરખનાથ સંપ્રદાયે સ્વામિનારાયણ સંપ્રદાય વિરૂદ્ધ આપ્યું આવેદન પત્ર, ગેબીનાથ જેવા સિદ્ધ પુરુષનું અપમાન નહીં સાંખી લેવાય
- Nath Sect VS Swaminarayan Sect : ગેબીનાથ વિશે વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણી, નાથ સંપ્રદાય દ્વારા વિરોધ