સફાઈ કામદારોની ભરતીની માગણી સાથે વિરોધ કાર્યક્રમ રાજકોટ : રાજકોટ સફાઈ કામદાર યુનિયન દ્વારા આજે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ગળામાં માટલી અને પાછળ જાડું બાંધવામાં આવ્યું હતું. આ અનોખો વિરોધ સફાઈ કામદાર યુનિયન દ્વારા છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતી ન થતી હોવાના કારણે કરવામાં આવ્યો હતો. ત્યારે વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકોટ સફાઈ કામદાર યુનિયનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
રાજકોટ સફાઈ કામદાર યુનિયન છેલ્લા પાંચ મહિનાથી કોર્પોરેશનમાં સફાઈ કામદારની ભરતી કરવામાં મુદ્દે લડત ચલાવી રહ્યું છે. ત્યારે આ લડત દરમિયાન અમે પાંચ દિવસના ધરણા ઉપર પણ બેઠા હતા. જ્યારે આ ધરણાના ત્રીજા દિવસે રાજકોટના મેયર દ્વારા અમને ખાત્રી આપવામાં આવી હતી કે એક મહિનાની અંદર અમે સફાઈ કામદારની ભરતી કરશું. પરંતુ હજુ સુધી કોર્પોરેશન દ્વારા એક મહિનો વીત્યો છતાં સફાઈ કામદારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. માત્રને માત્ર શાસક પક્ષ દ્વારા લોલીપોપ આપવામાં આવી રહી છે. જ્યારે રાજકોટ કોર્પોરેશનમાં અંદાજિત 2000 જેટલી સફાઈ કામદારોની જગ્યા ખાલી છે છતાં પણ કોર્પોરેશન દ્વારા ભરતી કરવામાં આવી નથી રહી જેના કારણે અમારે આ પ્રકારનો વિરોધ કરવો પડ્યો છે...પારસ બેડેજા(પ્રમુખ, રાજકોટ સફાઈ કામદાર યુનિયન )
ચર્ચાનો વિષય બન્યું વિરોધ પ્રદર્શન :આ સાથે રાજકોટ સફાઈ કામદાર યુનિયને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. જ્યારે સફાઈ કામદાર યુનિયન દ્વારા અનોખો વિરોધ કરવામાં આવતા હાલ આ વિરોધ ચર્ચાનો વિષય બન્યું છે.એવામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ આ રેલીમાં જોવા મળી હતી. આ સાથે જ રાજકોટ સફાઈ કામદાર યુનિયન દ્વારા કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી હતી કે તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકામાં ખાલી પડેલી સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે.
ગળામાં માટલી અને પાછળ ઝાડુ બાંધ્યું : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ મહિનાથી રાજકોટ સફાઈ કામદાર યુનિયન દ્વારા મહાનગરપાલિકાને સતત રજૂઆત કરવામાં આવી રહી છે કે તાત્કાલિક સફાઈ કર્મચારીઓની ભરતી કરવામાં આવે. પરંતુ કોર્પોરેશન દ્વારા હજુ સફાઈ કામદારોની ભરતી કરવામાં નહીં આવતા આજે રાજકોટ સફાઈ કામદાર યુનિયન દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક ખાતેથી કોર્પોરેશન સુધી રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં બાળકોના ગળામાં માટલી અને પાછળના ભાગે સાવરણો બાંધવામાં આવ્યો હતો અને વિરોધ કરવામાં આવ્યો હતો. જે અનોખો વિરોધ કરવામાં આવતા તે વિરોધ ચર્ચાનો વિષય બન્યો હતો.
- Ahmedabad Crime: અમદાવાદમાં સફાઈ કામદાર મહિલાની હત્યા, નોકરીના સ્થળથી મળ્યો મૃતદેહ
- Gujarat High Court : સરકારને હાઇકોર્ટનો આદેશ, ગટર સફાઈ કામદારોના મોતના મામલે વળતર ચૂકવો
- Rajkot News : 26 વર્ષથી કાયમી ભરતી ન થતાં થાળી વગાડીને સફાઈ કામદારોએ કર્યા વિરોધ