ઘણીવાર પેન્ડિંગ રહેલી દરખાસ્ત આ વખતે મંજૂર રાજકોટ : રાજકોટ મહાનરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં અંદાજીત રૂ.8 કરોડથી વધુના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. ખાસ રાજકોટના ગૌરવ પથ એવા કાલાવડ રોડને સિકસ લેન બનાવવાની દરખાસ્તને મંજૂરી મળી છે. જેમાં મોટામોવા ગામથી અવધ રોડ સુધી સીક્સ લેન બનાવવામાં આવશે. જ્યારે આ દરખાસ્તને અગાઉ યોજાયેલી 6 સ્ટેન્ડિંગ બેઠકમાં આ દરખાસ્તને સ્થાનિકોના પ્રશ્નોના કારણે પેન્ડીગ રાખવી પડી હતી. જેને આજે મંજૂરી આપવામાં આવી છે.
દિવાળી પહેલા 24 દરખાસ્તો મંજૂર :આ સમગ્ર મામલે રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 24 દરખાસ્તો મૂકવામાં આવી હતી. જેમાં તમામ દરખાસ્તોને મજૂરી આપવામાં આવી છે.
અગત્યની દરખાસ્ત એવી લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટની દરખાસ્ત છેલ્લા 6 જેટલી સ્ટેન્ડિંગ બેઠકમાં આ દરખાસ્ત પેન્ડિંગ હતી. કારણકે સ્થાનિકોના જે પ્રશ્નો હતા તેના માટે સમે કમિટી બનાવી હતી અને આ કમિટીના સૂચનો બાદ આજે આ દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. જ્યારે આજની સ્ટેન્ડિંગ બેઠકમાં કુલ રૂ.8 કરોડ અને 73 લાખના વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે....જયમીન ઠાકર (ચેરમેન, રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટી )
ધનતેરસની રાજકોટમાં ભવ્ય ઉજવણી : આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર છે. એવામાં દિવાળીના તહેવાર દરમિયાન મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસકોર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે ભવ્ય આતસબાજી યોજવામાં આવતી હોય છે. એવામાં આ વર્ષે પણ રાજકોટ મનપા દ્વારા ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં એક કલાક સુધી વિવિધ ફટાકડા મનપા દ્વારા ફોડવામાં આવશે અને ઉજવણી કરશે. જ્યારે ચિત્રનગરીના કલાકારો દ્વારા શહેરના રેસકોર્સ રીંગ રોડની ફરતેવિવિધ પ્રકારની રંગોળીઓ પણ બનાવવામાં આવનાર છે.
- Rajkot News : મીઠાઈના મોહથી બચજો, રાજકોટમાં ત્રણ મહિનામાં 11 ટન દૂધની બનાવટોમાં ભેળસેળ ઝડપાઇ
- Rajkot Crime News: દિવાળી અગાઉ રાજકોટ આરોગ્ય વિભાગનો સપાટો, 9 હજાર કિલો અખાદ્ય ફરસાણનો જથ્થો ઝડપ્યો
- Stray Cattle: રાજકોટ કોર્પોરેશને 15 દિવસોમાં 500 પશુ પાંજરે પૂર્યા, રખડતા ઢોરની વ્યવસ્થા માટે સરકાર પાસે 36.60 કરોડ માંગ્યા