ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News : રાજકોટનું આ મંદિર જ્યાં માતાજીને ધરવામાં આવે છે પાણીપુરી અને દાબેલી - પાણીપુરી અને દાબેલી

ભક્તોની આસ્થા ઇશ્વરીય શક્તિઓની સાથે અનોખો ભાવનાત્મક ભોગ લગાવે ત્યારે કંઇ જુદી જ તસવીર સામે આવી જાય છે. રાજકોટના કરણપરા સ્થિત જીવંતિકા માતાજી મંદિરમાં જાઓ અને માતાજીને પાણીપુરી અને દાબેલીનો ભોગ લાગેલો જૂઓ ત્યારે આ વાત ચોક્કસ સમજાઇ જાય.

Rajkot News : રાજકોટનું આ મંદિર જ્યાં માતાજીને ધરવામાં આવે છે પાણીપુરી અને દાબેલી
Rajkot News : રાજકોટનું આ મંદિર જ્યાં માતાજીને ધરવામાં આવે છે પાણીપુરી અને દાબેલી

By

Published : Feb 23, 2023, 9:41 PM IST

કરણપરાના જીવંતિકા માતાજી મંદિરનો અનોખો પ્રસાદ

રાજકોટ : ભાવિભક્તોની આસ્થાના કેન્દ્ર એા મંદિરોમાં દર્શનાર્થે જતાં ભક્તોને પ્રસાદ અવશ્ય મળતો હોય છે. એવા પ્રસાદમાં જો પાણીપુરી અને દાબેલી અને કોલ્ડ ડ્રિંક જેવો પ્રસાદ મળે તો નવી પેઢીના ભક્તો તો રાજી ન થાય તો જ નવાઇ. રાજકોટના કરણપરામાં આવું એક મંદિર આવેલું છે જ્યાં આ પ્રકારનો સ્વાદપ્રેમીઓને સંતુષ્ટ કરે તેવો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.

અલગ અલગ સ્લમ વિસ્તારમાં આ પ્રસાદીનું વિતરણ

માતાજીને ફાસ્ટફુડ ધરાવાય છે :રાજકોટના કરણપરા ખાતે એક અનોખું જીવંતિકા માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં માતાજીને દાબેલી પાણીપુરી સહિતના ભોગ ચઢાવવામાં આવે છે. જ્યારે માતાજી પણ પોતાના ભક્તોની માનતા સ્વીકારે છે અને પૂર્ણ પણ કરે છે. ત્યારે આ અનોખા મંદિર રાજકોટ શહેરના કરણપરા વિસ્તારમાં આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના ભક્તો આવીને માનતા ધરે છે અને પોતાની મનોકામના પૂરી થાય ત્યારે માતાજીને પીઝા, હોટડોગ, પાણીપુરી સહિતની વસ્તુઓ અર્પણ કરે છે.

આ પણ વાંચો Rajkot News : ઉતાવળી નદી કાંઠે મુરલી મનોહરને ફળ ચડાવવાથી દિલના દુ:ખ-દર્દ થાય છે દૂર

માતાજીને ધરવામાં આવે છેે અનોખો પ્રસાદ : આવા અનોખા પ્રસાદ વિશે જીવંતિકા માતાજી મંદિરના આચાર્ય એવા એમપ્રસાદ દવેએ ETVને જણાવ્યું હતું કે જે બાળકોને ભાવતી પ્રસાદી એવી માતાજીને પ્રસાદી ભાવે છે. જેને લઇને અમે આ મંદિરમાં માતાજીને પીઝા, હોટડોગ, પાણીપુરી, દાબેલી સહિતની વસ્તુઓ માતાજીને અર્પણ કરીએ છીએ. જ્યારે બાળકો પણ એમાં રાજી થાય છે અને માતાજી રાજી થાય છે. એવી ભાવના સાથે અમે વર્ષોથી માતાજીને આ પ્રસાદી અર્પણ કરીએ છીએ અને ત્યારબાદ અમે અલગ અલગ સ્લમ વિસ્તારમાં આ પ્રસાદીનું વિતરણ કરીએ છીએ.

માતાજીને અર્પણ કરવામાં આવેલ વસ્તુઓ બાળકો સહિત જે લોકો જરૂરિયાતમંદ છે તેમને આપીએ છીએ

માતાજીને અર્પણ કરાયેલું સમાજ માટે વાપરવમાં આવે છે : જ્યારે મંદિરના પૂજારીએ વધુમાં જણાવ્યું હતું કે આપણી આજે માતાજીને ઘણું બધું ધરીએ છીએ જેને લઈને માતાજી પણ પ્રસન્ન થાય છે. ત્યારે અમે માતાજીને અર્પણ કરવામાં આવેલ વસ્તુઓ બાળકો સહિત જે લોકો જરૂરિયાતમંદ છે તેમને આપીએ છીએ. જેના કારણે તેઓ પણ પોતાનું જીવન સારી રીતે જીવી શકે છે.

આ પણ વાંચો Rajkot News: અનોખું મંદિર, લપસીયા ખાયને દુઃખ કરો દૂર, ભીચરી માતાના મળે છે આશીર્વાદ

કોરોના સમયમાં કરી હતી લોકોને મદદ : ઉલ્લેખનીય છે કે કોરોના સમયમાં અમે ઘણી બધી શાળાઓ સહિત જરૂરિયાત મંદ લોકોને કીટ અર્પણ કરી હતી. ત્યારે હજુ પણ અમારું આ સેવા કાર્ય શરૂ છે જે લોકો જરૂરિયાતમંદ છે તેને અર્પણ કરવું અને તે લોકો ખુશ થાય અને અમને આશીર્વાદ આપે જેના કારણે માતાજી પણ પ્રસન્ન થાય છે.

ABOUT THE AUTHOR

...view details