રાજકોટ : 31 ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં જાહેર રજા છે પરંતુ રાજકોટમાં કંઈક અલગ મહોલ જોવા મળ્યો છે. રાજકોટમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા જાહેર રજાના દિવસે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય માટે બોલાવવામાં આવ્યા હતાં. જેને લઈને આ વાતની જાણ કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUIને થતા NSUI દ્વારા આ સ્કૂલો બંધ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે NSUI દ્વારા સ્કૂલોમાં જઈને રજૂઆત કરવામાં આવતા અંતે ખાનગી સ્કૂલો આજે જાહેર રજાના દિવસે બંધ રાખવામાં આવી હતી.
રાજકોટની ખાનગી સ્કૂલો દ્વારા તમામ જાહેર રજાઓમાં સ્કૂલો શરૂ રાખવાનો સિલસિલો જાણે યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે જાહેર રજાના દિવસે સ્કૂલોમાં ચાલુ રાખવાની અનેક ફરિયાદો અમને મળી હતી. આપણી સ્કૂલોમાં ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના પાઠ ભણાવવામાં આવે છે. એવામાં સ્વાતંત્ર સેનાનીના જન્મ જયંતિ નિમિત્તે જાહેર રજા હોય છે. ત્યારે તેમને સ્કૂલોમાં બોલાવવામાં આવે છે. જેના કારણે તેની વિપરીત અસર વિદ્યાર્થીઓના માનસિકતા ઉપર પડે છે. મોટા ભાગે તમામ તહેવારો અને મહાપુરુષના જન્મ જયંતી નિમિત્તે જાહેરા રાખવી જોઈએ તેવો સરકારનો પણ પરિપત્ર છે છતાં પણ ખાનગી સ્કૂલો મનમાની કરીને વિદ્યાર્થીઓને જાહેર રજાના દિવસે શાળાએ શિક્ષણ કાર્ય માટે બોલાવવામાં આવી રહ્યા છે...રોહિત રાજપૂત (રાજકોટ એનએસયુઆઈ નેતા)