પ્રોજેક્ટને લઇ મહત્ત્વની વાતચીત રાજકોટ : ચંદ્રયાન 3 પ્રોજેક્ટની સફળતા બાદ ઈસરો આદિત્ય L1 મિશન અંતર્ગત કામ કરી રહ્યું છે. એવામાં ઈસરોની સફળતા પર દેશવાસીઓ પણ ગર્વ અનુભવી રહ્યા છે. ત્યારે ઈસરોના એસોસિએટ ડાયરેક્ટર અપૂર્બ ભટ્ટાચાર્ય આજે રાજકોટના મહેમાન બન્યા હતાં. અપૂર્બ ભટ્ટાચાર્ય આજે રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ રામકૃષ્ણ આશ્રમના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં.
ઈસરોના પ્રોજેક્ટને લઇ મહત્ત્વની વાતચીત :અપૂર્બ ભટ્ટાચાર્યએ રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમના તેમના કાર્યક્રમ દરમિયાન ઈસરોની ચંદ્રયાન 3ની પ્રોજેક્ટની સફળતા તેમ જ હાલ ચંદ્રયાન શું કામગીરી કરી રહ્યું છે તેના વિશે અને આદિત્ય L1 પ્રોજેક્ટ અંગેની માહિતી આપી હતી. ચંદ્રયાન 3 પ્રોજેક્ટથી ઘણું બધું જાણવા મળ્યું હોવાનું જણાવતાં તેમણે મીડિયા સાથે મહત્ત્વની વાતચીત પણ કરી હતી.
ચંદ્રયાન 3 દ્વારા આપણને ખ્યાલ આવ્યો છે કે ચંદ્ર પર તાપમાનનું કેટલું પ્રમાણ છે. જેમાં અંદરની બાજુ અને યાનની ઉપરની તરફના તાપમાન અંગેની જાણકારી મળી છે. આ સાથે જ ચંદ્ર પરથી આપણને શું શું વસ્તુઓ મળે તે તેની પણ માહિતી મળી છે. જેમ કે અગાઉ ચંદ્ર પર સલ્ફર મળી આવ્યું હતું. ત્યાં આ વખતે લોખંડની કેટલીક ધાતુ જેવી વસ્તુઓ મળી છે. હાલ આ તમામ વસ્તુઓની તસવીર ચંદ્રયાન દ્વારા આપણને અહી મોકલવામાં આવી રહી છે. હાલ આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે...અપૂર્બ ભટ્ટાચાર્ય (ઈસરો એસોસિએટ ડાયરેક્ટર)
જાન્યુઆરીમાં પહોંચશે આદિત્ય એલ1 : તેમને વધુમાં આદિત્ય L1 પ્રોજેક્ટ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે તે જાન્યુઆરી મહિનામાં સૂર્ય પર પહોંચશે. જેમાં બે પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવ્યા છે. ત્યારે આદિત્ય L1 સૌપ્રથમ ત્યાં પહોંચીને ત્યાંનું તાપમાન કેટલું છે તે તમામ બાબતોની માહિતી મળી રહેશે.
ચંદ્ર પર સ્પેસ સ્ટેશન બનાવવામાં આવશે :જ્યારે ચંદ્ર પર માનવ જીવન હાલ ત્યાંનું વાતાવરણ જોઈને લાગતું નથી કે શક્ય છે. પરંતુ આપણે ત્યાં પૃથ્વી જેવું વાતાવરણ ઉભુ કરીએ તો ત્યાં પણ માનવ જીવન શક્ય છે. હાલ અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ. ત્યારે અમારું પહેલું મિશન છે કે અહી એક સ્પેસ સ્ટેશન બનાવીએ. ઉલ્લેખનીય છે કે ઈસરો દ્વારા ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યા બાદ આ પ્રોજેક્ટની દેશવિદેશમાં ચર્ચાઓ શરૂ થઈ છે.
- Solar Mission: ત્રીજી છલાંગ વડે આદિત્ય એલ-1 પહોંચ્યું આગામી ભ્રમણકક્ષામાં, ઈસરોએ આપી માહિતી
- Aditya L1 camera takes images: આદિત્ય-L1એ પૃથ્વી અને ચંદ્રની સેલ્ફી લીધી: ISRO
- Chandrayaan 3 Update : ચંદ્ર પર રાત થતા રોવર ગયું સ્લીપ મોડમાં, 22 સપ્ટેમ્બરે સૂર્યોદય સાથે કરશે ફરીથી નવિ શોધ