ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News : શ્રાવણ માસના તહેવારો નજીક આવતા સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો, શુંં ભાવ છે જૂઓ - edible oil

તહવારોના દિવસો આવે એટલે રાજકોટના તેલિયા રાજાઓ માટે કમાણીની મોટી તક આવી ગઇ જાણો. આગામી સમયમાં શ્રાવણ માસના તહેવારો આવશે ત્યારે સિગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો થઇ ગયો છે. રાજકોટમાં ખાદ્યતેલના વેપારીઓ શું કહી રહ્યાં છે જૂઓ.

Rajkot News : શ્રાવણ માસના તહેવારો નજીક આવતા સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો, શુંં ભાવ છે જૂઓ
Rajkot News : શ્રાવણ માસના તહેવારો નજીક આવતા સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો, શુંં ભાવ છે જૂઓ

By

Published : Jul 5, 2023, 3:27 PM IST

ભાવમાં સતત વધારો

રાજકોટ : રાજ્યમાં આગામી દિવસોમાં શ્રાવણ માસ, જન્માષ્ટમી સહિતના તહેવારો આવી રહ્યા છે. ત્યારે ખાદ્યતેલ સહિતની વસ્તુઓમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે છેલ્લા 15 દિવસોમાં સીંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધ્યા છે. તાજેતરમાં જ ગેસ સિલીન્ડરના ભાવમાં વધારો થયો છે. તેમજ ચોમાસાના કારણેે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. એવામાં હવે સાથે જ સિંગતેલ સહિતના ખાદ્યતેલના સહિતની જીવન જરૂરિયાત વસ્તુઓમાં પણ ભાવ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

છેલ્લા 15 દિવસોમાં સીંગતેલના ભાવમાં રૂ 60થી લઈને રૂ.70નો ભાવ વધારો થયો છે. તેમજ છેલ્લા 20 દિવસોમાં કપાસિયા, સનફ્લાવર અને સોયાબીનના તેલના ભાવમાં રૂ.80થી 100નો ભાવ વધારો આવ્યો છે... ભાવેશ પોપટ (ખાદ્યતેલના વેપારી)

હજુ પણ સીંગતેલમાં તેજી : રાજકોટમાં ખાદ્યતેલની એજન્સી ધરાવતા તેલના વેપારીઓ માની રહ્યા છે કે હજુ તેલના ભાવમાં આ ભાવ વધારો ન માની શકાય. કારણ કે છેલ્લા 5 મહિનામાં સિંગતેલથી લઈને મોટા ભાગના ખાદ્યતેલોમાં રૂ.100થી લઈને રૂ.1000 સુધીનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. ભાવ વધારા મામલે વેપારીઓએ જણાવ્યું હતું કે હાલમાં સિંગતેલની બજારમાં માંગ ધીમેધીમે વધી રહી છે. જ્યારે આગામી દિવસોમાં પણ તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે હજુ પણ સિંગતેલમાં તેજી જોવા મળી શકે છે.

સિંગતેલનો ડબ્બો રૂ.2820 થયો

સીંગતેલનો ડબ્બો 2820 રુપિયા : હાલમાં સિંગતેલના ભાવની વાત કરવામાં આવે તો ભાવ વધારા બાદ 15 કિલોનો સિંગતેલનો ડબ્બો રૂ.2820 જોવા મળી રહ્યો છે. એવામાં કપાસિયા તેલના ભાવ 1980 થયા છે. જ્યારે સિંગ અને કપાસિયા તેલન ભાવમાં વધારો થતાં આગામી દિવસોમાં અન્ય સાઈડ તેલના ભાવમાં પણ વધારો થશે તેવું તેલના વેપારીઓ માની રહ્યા છે.

તહેવારોને લઇને થયો ભાવ વધારો : ભાવ વધારા પાછળનું કારણ તેલના વેપારીઓ માની રહ્યા છે કે આગામી દિવસોમાં તહેવારો પણ નજીક છે અને હાલ ચોમાસું છે. એવામાં નવી મગફળી પિલાણમાં આવતા હજુ વાર લાગશે. જેના કારણે સિંગતેલ સહિતના ખાદ્યતેલોમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે આ ભાવ વધારો હજુ પણ વધે તેવી પણ પુરેપરી શક્યતાઓ વેપારીઓ માની રહ્યા છે.

  1. Groundnut Oil Price: સિંગતેલ ફરી 50 રૂપિયા મોંઘું થયું, 3 દિવસમાં 90 રૂપિયાનો ઉછાળો
  2. સિંગતેલથી દાઝ્યાં લોકો તો વિપક્ષનો વાર શાસકનો બચાવ: શું ઘટશે તહેવારમાં ભાવ? જુઓ આ અહેવાલ
  3. Groundnut Oil Price: સિંગતેલ કાઢશે લોકોનું તેલ, ફરી 40 રૂપિયાનો ભાવવધારો

ABOUT THE AUTHOR

...view details