રાજકોટ : ધોરાજી શહેરના ફૂલવાડી વિસ્તારમાં પતંગ દોરીના વ્યવસાય કરતાં વ્યક્તિની દુકાનમાં અચાનક આગ લાગવાની એક ઘટના બની હતી. જેમાં થોડા જ સમયની અંદર આગે વિક્રાંત સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટના અંગે જાણ થતા આસપાસના વિસ્તારોના લોકો દોડી આવ્યા હતાં અને રાહત બચાવવાની કામગીરી શરૂ કરી હતી.
લાખો રૂપિયાનો માલ બળીને ખાખ :પતંગ દોરીના વેપારીની દુકાનમાં આગની ઘટના અંગેની જાણ થયા બાદ ધોરાજી ફાયર ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારે આગની આ ઘટનામાં પતંગ દોરીનો વ્યવસાય કરતા વેપારીનો લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થયો હોવાનું પણ વેપારીએ જણાવ્યું છે.
દુકાન પાસે રહેલા થાંભલામાં શોર્ટ સર્કિટ થયા હતાં. જેમાં શોર્ટ સર્કિટ થયા બાદ તણખલાં મારી દુકાનના માલસામાનમાં પડતા આગ લાગી હતી. પતંગ દોરીના માલમાં આગ લાગવાની બાદ દોરા તેમજ સિઝનનો માલ અને પતંગ દોરી સહિતનો માલ બળીને ખરાબ થઈ ગયો હતો. આ આગના કારણે મનેે ત્રણ લાખ રૂપિયા જેવું નુકસાન થયું છે...હાજીભાઈ પતંગવાલા (વેપારી )
શોર્ટ સર્કિટના કારણે આગ : આગ લાગવાની અનેક ઘટનાઓ બને છે ત્યારે આગની ઘટના બાદ અફરાતફરી મચી જતી હોય છે. પરંતુ અકસ્માતે લાગેલ આગના કારણે ઘણી વાર લાખો-કરોડો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવે છે. જેમાં ધોરાજીમાં પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યા બાદ લાખો રૂપિયાનો મુદામાલ રાખ બની ગયો હોય તેવા દ્રશ્યોને પગલે સીઝનનો વ્યવસાય કરતા વેપારીએ માલ સ્ટોક આગને કારણે બળીને ખાક થઈ જતાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે વેપારીમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
- Truck Fire: ઘાસ ભરેલી ટ્રકમાં આગ ભભુકી ઉઠી, મોટી જાનહાનિ ટળી
- Fire incident in Rajkot : રાજકોટમાં ટાયરના ગોડાઉનમાં વિકરાલ લાગી આગ
- Surat Fire: ઓલપાડમાં પરાળ ભરેલ ટેમ્પોમાં શોર્ટ સર્કિટથી લાગી આગ