જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા ઉપલેટા : રાજકોટ જિલ્લામાં ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલકુમાર એમ. શર્માએ દુષ્કર્મ કેસના આરોપીને સખત સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. આ કેસના આરોપી ઉપલેટાના યુવકને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જેલની સજા ફટકારવામાં આવી છે. સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(F), 376(2)(H), 376(2)(N), 376(3) તથા કલમ 506(2) તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 ના ગુનામાં દોષિત ઠરાવાયો છે.
સગીરાના ગર્ભપાત કરાવી દીધા : દુષ્કર્મ કેસમાં ભોગ બનનાર સગીરા ઈનકાર કરે તો તેને છરી બતાવી અને તેને મારતો હતો સગીરાને ગર્ભ રહી જતો. ત્યારે પણ આરોપી તેની સાથે શરીર સંબંધ બાંધતો અને બે વખત તેણીને ગર્ભ પડી જાય તેવી દવાઓ ખવડાવી અને ગર્ભપાત પણ કરાવી નાખેલો હતો. આ સિલસિલો સતત અને અવિરત ચાલુ રહેતો હતો. છેવટે સામાજિક કાર્યકર્તા અને પાડોશી મહિલાના ધ્યાનમાં આ હકીકત આવતા તેમણે ભોગ બનનાર સગીરાના પિતાને બોલાવી અને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી અને આરોપીની સામે ફરિયાદ નોંધાય તેવી તજવીજ કરી હતી.
આ પણ વાંચો Vadodara Crime : વાઘોડિયામાં સંબંધોને કલંકિત કરતી દુષ્કર્મની ઘટના બહાર આવી
આરોપીએ સગીરા પર જ આળ મૂક્યું હતું: આ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે જુલાઈ 2020ના અરસામાં આરોપીની ધરપકડ કરી ત્યારથી આજ દિવસ સુધી આરોપીને જામીન ન મળે તે પ્રકારે વકીલ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી. આરોપીએ બચાવ રજૂ કરેલો હતો કે સગીરાને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો અને તેની સામે ખોટી ફરિયાદ કરી છે. આ કેસમાં આરોપીને સજા કરાવવા સરકાર પક્ષે ડીઓપી કચેરીના માર્ગદર્શન હેઠળ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ દ્વારા રજૂઆતો કરેલી હતી કે આરોપીએ જઘન્ય અપરાધ કર્યો છે. તેની સામે પહેલાં પણ સુરેન્દ્રનગર કોર્ટમાં સેશન કેસ નંબર 76/2006 થી કેસ ચાલેલો હતો અને તેમાં હાલના આરોપીને અદાલતે સજા ફરમાવેલી હતી અને તે સજા આરોપીએ ભોગવેલી પણ હતી.
આરોપીએ ડીએનએ ટેસ્ટનો ઇનકાર કરી દીધો : સગીરાને અદાલત અને કાયદાની પ્રક્રિયામાં વિશ્વાસ સંપાદન કરાવી અને સત્ય હકીકત જુબાની સ્વરૂપે રેકોર્ડ પર લાવવામાં આવી હતી. પોલીસ તરફથી પણ સામાજિક કાર્યકર્તા અને પાડોશીઓના પુરાવા અધિનિયમ કલમ 164 મુજબના નિવેદન નોંધાય તેવી તકેદારી લેવામાં આવેલી હતી. આ દુષ્કર્મના સંદર્ભે ભોગ બનનાર બાળકીએ એક બાળકનો જન્મ આપેલ હતો. આરોપી પક્ષે પોતાના નિર્દોષતા પુરવાર કરવા માટે ડીએનએ. ટેસ્ટ કરવા માટે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી પ્રશ્નો પૂછવામાં આવેલા હતાં. પરંતુ આરોપીએ ઇનકાર કરી દીધો હતો. જેથી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરફથી આ મુદ્દે આરોપી વિરુદ્ધ અનુમાન કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ધોરાજી અદાલતે આરોપીને 16 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રીને, સગીરા સાથે જે જે પરિસ્થિતિઓમાં વારંવાર દુષ્કર્મ થયું હતું તેને ધ્યાને લેતાં આરોપીને દોષિત ઠરાવવા માટે વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ટાંક્યા હતાં.
આ પણ વાંચો વિધર્મી યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પોલીસે પોકસો એક્ટ હેઠળ ધરપકડ કરી
અન્ય ગુનામાં આરોપીએ પહેલાં પણ જેલ ભોગવેલી: આરોપી વિરુદ્ધ પોકસો એક્ટનો ચાર્જ ફરમાવેલ હોય ત્યારે સાબિતીનો બોજો આરોપી પર રહે તેના વિરુદ્ધ સ્પષ્ટ અનુમાન થાય તેવી રજૂઆત કરેલી હતી. જે રજૂઆતોને ગ્રાહ્ય રાખી અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલ કુમાર એમ. શર્માએ આરોપીને ગુનેગાર ઠરાવ્યો હતો. આરોપી કાયદાના જાણકાર હોવાનું અગાઉ કલમ 376 માં તકસીરવાન ઠરાવાયેલ હોવાનું અને આ તમામ સંજોગોની સાથે તેમણે પોતાની એક તૃષ્ણાના સંતોષ માટે ભોગ બનનારનું જીવન બરબાદ કરી નાખ્યાંની હદે કૃત્યો થયાં તેને હળવાશથી લઈ શકાય નહીં.
આચરેલો ગુનો અસાધારણ : આ તમામ મુદ્દે આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા કરવાકરી હતી. આરોપીને ઓછી સજા કરવામાં આવે તો જીવનના કોઈપણ તબક્કે ભોગ બનનારના જીવનમાં પ્રભાવ પડે અને આરોપીએ જે કૃત્ય આચરેલું છે તે કોઈ પણ સામાન્ય વ્યક્તિ સાંભળે તો પણ તેને હચમચાવી નાખે અને કંપારી છૂટે તેવી ઘટના છે. આરોપીને આકરામાં આકરી સજા અને મોટામાં મોટી રકમનો દંડ એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. આ કેસમાં બંને પક્ષની દલીલોને સાંભળી અને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલ કુમાર એમ. શર્માએ આરોપીએ આચરેલો ગુનો અસાધારણ ગણી અને તેને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાનું સજા ફરમાવેલ તથા રુપિયા 25,000 નો દંડ કર્યો હતો. આ સાથે સરકાર પક્ષે સગીરાના પુનઃસ્થાપન માટે 12,00,000 રુપિયા વળતર ચૂકવવા પણ આદેશ આપવામાં આવેલો છે.