ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy Landfall Impact : બિપરજોય વાવાઝોડાની અસરમાં રાજકોટમાં થઈ આવી હાલત, ઘરની છત ગુમાવનારે કહી આપવીતી - આપવીતી

બિપરજોય વાવાઝોડું આવીને આગળ નીકળી ગયું છે પણ પાછળ તેની કારમી નિશાનીઓ છોડતું ગયું છે. રાજકોટમાં ભારે પવન અને વરસાદમાં ઘણી જગ્યાએ પાણી ભરાયાં હતાં અને છતના પતરાં ઉડવાની ઘટનાઓ પણ નોંધાઇ હતી. પરસાણાનગરમાં વાવાઝોડાગ્રસ્ત પરિવારે તેની આપવીતી જણાવી હતી.

Rajkot News : બિપરજોય વાવાઝોડાની અસરમાં રાજકોટમાં થઈ આવી હાલત, ઘરની છત ગુમાવનારે કહી આપવીતી
Rajkot News : બિપરજોય વાવાઝોડાની અસરમાં રાજકોટમાં થઈ આવી હાલત, ઘરની છત ગુમાવનારે કહી આપવીતી

By

Published : Jun 16, 2023, 6:30 PM IST

વાવાઝોડાગ્રસ્ત પરિવારે તેની આપવીતી જણાવી

રાજકોટ : બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાયા બાદ તેની અસર સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહી છે. એવામાં રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ગઈકાલ રાતથી સવાર સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં ઉપલેટામાં 6 ઇંચ અને ધોરાજીમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

પતરાં ઉડી જવાના બનાવો : બીજી તરફ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષો પડવાની ઘટના સામે આવી છે. આ સાથે જ શહેરમાં લાલપરી વિસ્તારમાં એક ગૌશાળામાં પતરા ઉડી ગયા હતા. જ્યારે પરસાણા નગરમાં રહેણાંક વિસ્તારમાં પણ પતરા ઉડવાની ઘટના સામે આવી છે. જોકે વાતાવરણમાં હજુ પણ બદલાવ જોવા મળ્યો નથી ભારે પવન સાથે ધીમીધારે વરસાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં પડી રહ્યો છે. જેને પગલે રાજકોટનું તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે.

સિવિલ હોસ્પિટલનો કોરોના વોર્ડ પડી ભાંગ્યો : રાજકોટમાં ભારે પવન અને વરસાદને પગલે સિવિલ હોસ્પિટલના ચૌધરી ગ્રાઉન્ડમાં ઊભો કરવામાં આવેલો કોરોના વોર્ડ પડી ભાંગ્યો હતો. જેમાં અંદર રહેલા મેડિકલની સાધન સામગ્રીને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે ચૌધરી ગ્રાઉન્ડમાં પાણી પણ ભરાયા હતા. રાજકોટમાં અગાઉ કોરોનાના કેસ વધતા વહીવટી તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલની બહાર ચૌધરીના ગ્રાઉન્ડમાં આધુનિક ટેકનોલોજી વડે ટેન્ટ ઊભું કરવામાં આવ્યું હતું અને અહીંયા કોરોના વોર્ડ બનાવવામાં આવ્યો હતો. કોરોનાના કેસ નહિવત હોવા છતાં હોસ્પિટલ તંત્ર અહી ટેન્ટ એમને એમ જ રાખવામાં આવ્યો હતો. ત્યારે બિપરજોય વાવાઝોડાના અતિભારે પવન અને વરસાદનો માર આ ટેન્ટ પર પડતાં તૂટી ગયો હતો. જેના કારણે તેમાં રહેલા સાધનોની મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

હું નીચે ઉભો હતો પરંતુ તાત્કાલિક ભાગ્યો હતો જેના કારણે હું બચી ગયો હતો. આ ઘટના બાદ અમે ઉપર જોયું તો પતરા ઊડી ગયા હતા. જ્યારે બીજા માળે ત્રણ જેટલી મહિલાઓ અને પુરુષો હતા આ તમામ લોકો નીચે ઉતરી જતા તેમને કોઈ નહોતી. હાલ વરસાદ ચાલુ છે ત્યારે અમે આજુબાજુના પાડોશીઓના ઘરે અમારો સામાન મૂક્યો છે...મહેશભાઇ(સ્થાનિક)

પરસાણાનગરમાં મકાનના પતરાં ઉડ્યાં: ભારે પવન અને વરસાદના કારણે શહેરના જામનગર રોડ પર આવેલ પરસાણાનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં પતરા ઉડવાની ઘટના સામે આવી હતી. જ્યારે આ અંગે મકાનમાં રહેતા મહેશભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સવારે વરસાદ આવ્યો તેની સાથે ભારે પવન હતો અને આ વાવાઝોડાના કારણે મકાનમાં ઉપર રહેલા પતરા ઉડ્યા હતા. બીજા માળે ત્રણ જેટલી મહિલાઓ અને પુરુષો હતાં આ તમામ લોકો નીચે ઉતરી જતા તેમને કોઈ ઈજા થઇ ન હતી. હાલ વરસાદ ચાલુ છે ત્યારે અમે આજુબાજુના પાડોશીઓના ઘરે અમારો સામાન મૂક્યો છે. બીજી તરફ શહેરના ભાગોળે આવેલા લાપસરી વિસ્તારમાં ગૌશાળા વિસ્તારમાં પતરાં ઉડવાની ઘટના સામે આવી હતી.

  1. Cyclone Biparjoy Landfall Updates: વાવઝોડાની અસરથી થયેલા નુકસાન બાદ NDRF ટીમની ઉત્કૃષ્ટ કામગીરી
  2. Cyclone Biparjoy Landfall Impact : વાવાઝોડાની અસરથી સાબરમતી હિલોળે ચડી, સમુદ્રના મોજાની જેમ ઊછળી રહ્યું છે પાણી
  3. Cyclone Biparjoy Landfall Impact : વડોદરામાં ભારે પવનના કારણે દિવાલ ધરાશાયી થતાં મહિલાનુું મૃત્યુ

ABOUT THE AUTHOR

...view details