ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News: કચ્છડો બારેમાસ? નથી મળતું પાણી કે, ઘાસચારો પશુપાલકો પશુ સાથે રાજકોટ પહોંચ્યા

કચ્છના પશુપાલકો મજબૂરીમાં રાજકોટ આવી પહોંચ્યા છે. તેમને નથી મળતું પાણી કે, નથી મળતો ઉનાળામાં ઘાસચારો. સરકાર વ્યસ્ત સામાન્ય જનતા ત્રસ્ત હોય તેવું જોવા મળી રહ્યો છે. પશુપાલકો કંટાળીને હવે રાજકોટ આવી પહોંચ્યા છે. રોટલો અને ઓટલો સૌરાષ્ટ્રમાં મળી જ રહે. જેના કારણે કચ્છના પશુપાલકો રાજકોટ આવી પહોંચ્યા છે.

ઉનાળામાં ઘાસચારો ન મળતાં કચ્છના પશુપાલકો રાજકોટ આવી પહોંચ્યા
ઉનાળામાં ઘાસચારો ન મળતાં કચ્છના પશુપાલકો રાજકોટ આવી પહોંચ્યા

By

Published : May 4, 2023, 10:18 AM IST

ઉનાળામાં ઘાસચારો ન મળતાં કચ્છના પશુપાલકો રાજકોટ આવી પહોંચ્યા

રાજકોટ:કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા... હા સરકાર દેશ પરદેશમાં કચ્છ માટે માર્કેટિંગ કરે છે. જેના કારણે એવું લાગે છે કે, હવે આ માર્કેટીગમાંથી સરકારને કચ્છ સામે જોવાનો સમય જ નથી. હા, માર્કેટિંગમાંથી ફ્રી જ નહીં થતા હોય કે, કચ્છની સમસ્યા જોઈ શકાય. હકીકત એ છે કે, અહીંયા એ કહેવું ખોટું પડશે કે, કચ્છડો બારે માસ. મોટી વાતોની મીઠી મીઠી રેવડી આપવા કરતા સરકાર સામાન્ય લોકોની સામાન્ય સમસ્યા સમજી જશે. તે દિવસે કચ્છડો બારે માસ નહીં પરંતુ આજીવન થઈ જશે.

આ પણ વાંચો Rajkot Crime : હથિયારનું લાયસન્સ રીન્યુ કરવા મુદ્દે જસદણમાં અધિકારી પર હુમલો, ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ

કચ્છના પશુપાલકો રાજકોટ આવી પહોંચ્યા: કચ્છના રાપર તાલુકાના આડેસરા ગામના પશુપાલકો હાલ પોતાના ગામમાંથી હિજરત કરીને રાજકોટના ન્યારા ગામના પાટિયે પહોંચ્યા છે. છેલ્લા એક મહિનાથી તેઓ પોતાના પશુઓ સાથે અહીં વસવાટ કરી રહ્યા છે . જ્યારે તેમના વિસ્તારની મુખ્ય સમસ્યા એ છે કે, ત્યાં ઘાસચારાની અછત છે અને પીવાનું પાણી પણ નથી મળી રહ્યું. જેના કારણે તેમને પોતાનો વિસ્તાર છોડીને રાજકોટ ખાતે હિજરત કરવી પડી છે. હાલ આ પશુપાલકોની માંગણી છે કે, ઉનાળાના બે મહિના તેમના પશુઓને ઘાસચારોને પીવાનું પાણી મળી રહે. તો તેમના પશુધન બચી શકે છે. જોકે કચ્છના પશુપાલકો રાજકોટ ખાતે હિજરત કરી આવતા આ ઘટના હાલ સૌરાષ્ટ્ર ભરમાં ચર્ચાનો વિષય બની છે.

ઘાસચારો આપવામાં આવે:મસરિભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી સરકાર પાસે માત્ર એક જ માંગણી છે કે, ઉનાળાના બે મહિના સુધી અમારા પશુઓને ઘાસચારો મળી રહે. જ્યારે અમારા વિસ્તારમાં નર્મદાનું પાણી હજુ આવ્યું નથી. જેના કારણે વિસ્તારમાં હાલ પાણીની સમસ્યા છે. ઘાસચારો પણ પૂર્ણ થઈ ગયો છે. જ્યારે કચ્છ જિલ્લાના વેણુ ગામના લાલાભાઇ ભરવાડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી અમે રાજકોટના ન્યારા પાટિયા ખાતે વસવાટ કરી રહ્યા છીએ. અમારા વિસ્તારમાં ઘાસચારો અને પાણી ખૂટી ગયા છે.

આ પણ વાંચો Rajkot News : રાજકોટમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, દાંડિયા રાસ રમ્યાં બાદ ઢળી પડ્યો

700થી વધુ પશુધન:જ્યારે આ ઘટના અંગે કચ્છ જિલ્લાના મસરીભાઈ ભરવાડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શિયાળાની ઋતુ દરમિયાન અમારા વિસ્તારમાં ઘાસચારો જે હતો તે પૂર્ણ થઈ ગયો હતો. જેને લઇને અમે શિયાળાના અધ વચ્ચે જ પોતાના પશુઓ લઈને અમારા વિસ્તારમાંથી હિજરત કરવા માટે નીકળી પડ્યા હતા. ત્યારબાદ અમે ધીમે ધીમે રસ્તામાં જે પણ ગામ મળે ત્યાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા થાય ત્યાં રોકાઈ જતા હતા. છેલ્લા એક મહિનાથી અમે રાજકોટના ન્યારા પાટિયા ખાતે આવી પહોંચ્યા છીએ. જ્યારે ન્યારા પાટિયા ખાતે દાન કરતા લોકો ઘાસચારો નાખી જાય છે. આ વિસ્તારમાં જ પીવાના પાણીની પણ વ્યવસ્થા છે. જેના કારણે અમારા પશુઓને અહીંયા પાણી પણ મળી રહે છે. એટલે છેલ્લા એક મહિનાથી અમે પશુઓ સાથે અહીંયા રોકાયા છીએ.

ABOUT THE AUTHOR

...view details