રાજકોટ : રાજકોટમાં આવેલી આત્મીય યુનિવર્સિટીમાં 30 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવેલી છે. ત્યારે આ મામલે સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગ વલ્લભ સ્વામી અને પ્રોફેસર સમીર વૈદ્ય સહિતના વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને લઇને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં આરોપી પ્રોફેસર સમીર વૈદ્યે રાજીનામું આપ્યું છે.
કુલપતિનો કંઈ પણ કહેવાનો ઇનકાર : આરોપી સમીર વૈદ્યએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર હોવાનું પણ સામે આવ્યું હતું. જ્યારે સમીર વૈદ્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગણિત ભવનના અધ્યક્ષ અને પ્રોફેસર હતાં. તેમનું આત્મીય યુનિવર્સિટી કૌભાંડમાં નામ સામે આવ્યા બાદ એકાએક ચર્ચાઓનો દોર શરૂ થયો હતો. આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા પરંતુ સમીર વૈદ્ય દ્વારા હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિત ભવનના અધ્યક્ષ તરીકે અને પ્રોફેસર તરીકેનું પદ છોડીને રાજીનામું આપ્યું છે. રાજીનામું આપવાની ઘટનાને લઈને ETV BHARAT દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ આ મામલે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ આ મામલે કુલપતિએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
30 કરોડથી વધુની છેતરપિંડી: તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટ તાલુકા પોલીસ મથકમાં સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા પવિત્ર જાની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં રાજકોટની આત્મીય યુનિવર્સિટીના સંચાલક એવા ત્યાગ વલ્લભ સ્વામી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર સમીર વૈદ્ય સહિતના લોકોએ આત્મીય યુનિવર્સિટીમાં 30 કરોડથી વધુની છેતરપિંડી આચરી છે. આત્મીય યુનિવર્સિટીના કર્મચારીઓ અને અન્ય સાધ્વી તેમજ સંતોના નામે બોગસ એકાઉન્ટ ખોલીને તેમના ખાતામાં બિન હિસાબી વ્યવહાર કરવામાં આવ્યો છે અને આ પૈસા પોતાના સુખસુવિધા પાછળ વાપર્યા હોવાનું પણ તેમણે ઉલ્લેખ કર્યો છે.
આગોતરા જામીન નામંજૂર : આત્મીય યુનિવર્સિટીમાં છેતરપિંડી થયાની ફરિયાદ સામે આવતા પોલીસ દ્વારા મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે ત્યાગ વલ્લભ સ્વામી અને સમીર વૈદ્ય આ મામલે કોર્ટ સમક્ષ આગોતરા જામીન માંગ્યા હતાં, પરંતુ રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા તેમના આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા હતાં.
યુનિવર્સિટી પગલાં લે તે પહેલાં જ રાજીનામું : આત્મીય યુનિવર્સિટીમાં છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સમીર વૈદ્ય વિરુદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવ્યાં નહોતા. બીજી તરફ સમીર વૈદ્ય દ્વારા રાજકોટ સેશન કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રોફેસર સમીર વૈદ્ય વિરુદ્ધ કોઈ પગલાં લે તે પહેલા જ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું હતું.
- Rajkot News : ત્યાગવલ્લભ સ્વામીએ ભૂતિયા કર્મીઓ ઊભા કર્યા, બોગસ એકાઉન્ટમાં પૈસા નખાવી 33 કરોડની છેતરપિંડીનો આક્ષેપ
- Rajkot Crime : સ્વામિનાાયણ સંપ્રદાય વિવાદ, ત્યાગ વલ્લભ સ્વામીએ આગોતરા જામીન માટે કરી અરજી
- Rajkot News: રાજકોટ સેશન્સ કોર્ટે ત્યાગવલ્લભ સ્વામી અને સમીર વૈદ્યના આગોતરા જામીન ફગાવ્યા