જીવ્યાં ત્યાં સુધી નીરોગી રાજકોટ : રાજકોટમાં આજે એક અનોખી અંતિમયાત્રા યોજાઈ હતી. જેમાં 105 વર્ષના એક વૃદ્ધાનું અવસાન થયું હતું. જ્યારે તેમણે પોતાના જીવનમાં પરિવારની ચાર પેઢી પણ જોઈ હતી. એવામાં આજે તેમનું અવસાન થતાં તેમના પરિવારજનો દ્વારા આ વૃદ્ધાની બેન્ડ બાજા સાથે અંતિમયાત્રા યોજવામાં આવી હતી. તેમજ અંતિમયાત્રા દરમિયાન તેમના સ્વજનોએ ફટાકડા પણ ફોડ્યાં હતાં અને ખૂબ જ ધૂમધામથી આ વૃદ્ધાને અંતિમ વિદાય આપી હતી. આ અનોખી અંતિમ વિદાય હાલ રાજકોટમાં સૌથી ચર્ચાનો વિષય બન્યો છે.
પોતાના જીવનકાળમાં 4 પેઢીઓ જોઈ :સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના રાજનગર વિસ્તારમાં રહેતા વિજયાબેન બગથરીયા નામના 105 વર્ષના વૃદ્ધનું આજે અવસાન થયું હતું. જ્યારે આ વૃદ્ધનું અવસાન થતાં તેમના પરિવારજનો દ્વારા તેમની અંતિમયાત્રા વાંજતેગાજતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને લઇને રાજનગર ચોકથી આ વૃદ્ધાની અંતિમયાત્રામાં બેન્ડબાજા સાથે યોજવામાં આવી હતી અને સ્વજનો અંતિમયાત્રામાં ફટાકડા ફોડી રહ્યા હતાં.
ચાર પેઢીઓ જોઇ : વિજયાબેને પોતાના જીવનના અત્યાર સુધીના તબક્કામાં ચાર જેટલી પેઢીઓ પોતાના પરિવારની જોઈ હતી. તેમજ તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી નીરોગી હતાં. એવામાં આજે તેમનું અવસાન થતાં તેમના પરિવારનો દ્વારા તેમની વાજતે ગાજતે અંતિમયાત્રા યોજવામાં આવી હતી.
વૃદ્ધાને કોઈ પણ બીમારી નહોતી : આ અંગે મૃતક વૃદ્ધાના પૌત્ર યોગેશ બગથરીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા દાદી આજે વહેલી સવારે અવસાન પામ્યા હતા. જ્યારે તેમની ઉંમર 105 વર્ષની હતી. વિજયાબેન બગતરીયાએ 105 વર્ષની ઉંમરે તેમની પરિવારની ચોથી પેઢી જોઈ હતી અને તેઓ જીવ્યાં ત્યાં સુધી નીરોગી હતા. ત્યારે તેઓ જતા જતા પરિવારના સભ્યો માટે લીલીવાડી મૂકીને ગયા છે. જેના કારણે અમને પણ એવું થયું કે તેમની અંતિમયાત્રા અમારે વાજતે ગાજતે યોજવી જોઈએ. જેને લઈને અમે બેન્ડબાજા સાથે ફટાકડા ફોડીને તેમની અંતિમયાત્રા યોજી રહ્યા છીએ.
- મૃત્યુને ઉત્સવની જેમ ઉજવવામાં આવ્યો, વાજતે ગાજતે નીકળી અંતિમયાત્રા
- અનિષ્ટો અને વ્યસનના પ્રતીક સમા વાલમ બાપાની વાજતે-ગાજતે કાઢવામાં આવી નનામી
- મોરબીના નિવૃત શિક્ષિકાની અંતિમ યાત્રા વાજતે ગાજતે યોજાઇ