જય શ્રી ક્રૃષ્ણ !!! મને આ સંતો અને મહંતોની ભૂમિ પર આવવા મળ્યું તે મારુ સૌભાગ્ય રાજકોટઃ આજે ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા(સીજેઆઈ) ડી વાય ચંદ્રચૂડ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા કોર્ટ પરિસરનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે ગુજરાતીમાં સ્પીચ આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ, વકીલો અને નાગરિકો સીજેઆઈને ગુજરાતીમાં બોલતા સાંભળીને ખુશખુશાલ થઈ ગયા હતા. ઓડિયન્સે ગુજરાતી સ્પીચ સાંભળીને ચીયરિંગ કરતા સીજેઆઈ મલકાઈ ઉઠ્યા હતા.
સીજેઆઈ સ્પીચના મુખ્ય મુદ્દાઃ
- સીજેઆઈએ ગુજરાતીમાં જય શ્રી કૃષ્ણ કહીને શરુઆત કરી હતી.
- તેમણે સંતો મહંતોની ભૂમિ પર આવવા મળ્યું તે બદલ પોતાને નસીબદાર ગણાવ્યા હતા.
- રાજકોટની સ્થાપના ઈ.સ. 1610માં કરવામાં આવી હતી તેવું જણાવ્યું હતું.
- તેમણે રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગાંધીજી ભણ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
- સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હતું અને અહીં હાઈ કોર્ટ હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
- તેમણે રાજકોટવાસીઓ પર જલારામ બાપા અને ઘેલા સોમનાથના આશીર્વાદ છે તેવું કહ્યું હતું.
- રાજકોટના ઉદ્યોગો વિશે તેમજ પટોળા અને બાંધણી સાડીનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
- રાજકોટના ફાફડા, ગાંઠિયા અને જલેબી બહુ પ્રસિદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.
- તેમણે આખુ રાજકોટ બપોરે 1 થી 4 કલાક સુધી બંધ રહે છે અને રાત્ર 1 કલાક સુધી જાગે છે તેવું જણાવ્યું હતું.
- રાજકોટના જન્માષ્ટમી નિમિત્તે રેસકોર્સ પર ભરાતા 5 દિવસીય મેળાને પણ યાદ કર્યા હતા.
સીજેઆઈએ ગુજરાતીમાં સંબોધન કર્યુ
જય શ્રી ક્રૃષ્ણ !!! મને આ સંતો અને મહંતોની ભૂમિ પર આવવા મળ્યું તે મારુ સૌભાગ્ય છે. આ શહેર પર જલારામ બાપા અને ઘેલા સોમનાથના હંમેશા આશીર્વાદ રહ્યા છે. રાજકોટના ફાફડા, ગાંઠિયા અને જલેબી બહુ પ્રસિદ્ધ છે. આ રાજકોટ એક રંગીલું શહેર છે. જેમાં બપોરે 1થી 4 કલાક સુધી લોકો આરામ કરે છે અને રાત્રે 1 કલાક સુધી રેસકોર્સની પાળી પર જાગે છે...ડી.વાય. ચંદ્રચૂડ(સીજેઆઈ, ભારત)
110 કરોડના ખર્ચે આ પરિસર તૈયાર થયું છે સીજેઆઈનો અલગ અંદાજઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ આજે બહુ હળવા મૂડમાં જણાયા હતા. સુપ્રીમ કોર્ટમાં અનેક કેસમાં કડક ચુકાદા આપતા સીજેઆઈ બહુ હળવાશથી ગુજરાતીમાં બોલ્યા હતા. તેમણે ગુજરાતીમાં જે સ્પીચ આપી તેનાથી સમગ્ર વાતાવરણમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો. હાજર ઓડિયન્સે સીજેઆઈને ગુજરાતીમાં ભૂલ વગર બોલતા સાંભળીને ચીયર્સ પણ કર્યુ હતું. સીજેઆઈ આ ચીયર્સથી શરમાઈ જવાની સાથે ખીલી ઉઠ્યા હતા. તેમણે રાજકોટની વિશેષતાઓ, મહાત્મા ગાંધીનો રાજકોટમાં અભ્યાસ, રેસકોર્સ, ગાંઠિયા, ફાફડા અને જલેબી, પટોળા, બાંધણી, વિવિધ ઉદ્યોગો અને ખાસ બપોરે 1થી 4 કલાકના આરામનો ઉલ્લેખ કરીને રાજકોટને રંગીલુ શહેર ગણાવ્યું હતું.
- કોલેજિયમ સામેની અરજી પર સીજેઆઈએ કહ્યું, ' હું કાયદા અને બંધારણનો સેવક છું '
- રાજયએ નબળા અને લઘુમતિ જન સમુદાયનો પક્ષ લેવો જોઈએઃ સીજેઆઈ ચંદ્રચૂડ