ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News : સૌરાષ્ટ્રભરના દર્દીઓને સીધો ફાયદો, રંગીલા શહેરમાં 13 માળની નવી સિવિલ હોસ્પિટલ બનશે

રાજકોટમાં 13 માળની નવી સિવિલ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલ બનાવવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ નવી સિવિલ હોસ્પિટલ નિર્માણ થવાથી જેનો સીધો ફાયદો સૌરાષ્ટ્રભરના લોકોને થશે.

Rajkot News : સૌરાષ્ટ્રભરના દર્દીઓને સીધો ફાયદો, રંગીલા શહેરમાં 13 માળની નવી સિવિલ હોસ્પિટલ બનશે
Rajkot News : સૌરાષ્ટ્રભરના દર્દીઓને સીધો ફાયદો, રંગીલા શહેરમાં 13 માળની નવી સિવિલ હોસ્પિટલ બનશે

By

Published : Apr 25, 2023, 3:22 PM IST

રાજકોટમાં 13 માળની નવી સિવિલ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય

રાજકોટ:સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં નવી અતિ આધુનિક સિવિલ હોસ્પિટલ બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઇને આગામી દિવસોમાં આ બિલ્ડીંગનું કામ શરૂ કરવામાં આવશે, ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના દર્દીઓને આ હોસ્પિટલનો લાભ મળશે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્ર દ્વારા નવી સિવિલ હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઓપીડીની સારવાર લેવા માટે કેટલા દર્દીઓ આવે :જ્યારે આ માટે કમિટીની રચના કરવામાં આવી હતી. તેમજ આ કમિટી દ્વારા સર્વે કર્યા બાદ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં હવે આ બિલ્ડીંગ કયા પ્રકારનું બનશે. તેમજ તેમાં કયા કયા પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તે હોસ્પિટલ તંત્ર દ્વારા નક્કી કરવામાં આવશે. જ્યારે આ મામલે વિગતો આપતા રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. આર એસ ત્રિવેદી એ જણાવ્યું હતું કે, રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે. તેમજ આ સિવિલ હોસ્પિટલમાં દૈનિક 4000થી વધુ દર્દીઓ ઓપીડીની સારવાર લેવા માટે આવતા હોય છે.

આ પણ વાંચો :Surat Dog Issue: એક્શનમોડમાં ઓથોરિટી, નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બે શ્વાનને પકડવામાં આવ્યા

કેટલા માળની હોસ્પિટલ : ત્યારે સરકારની ગાઈડલાઈન છે તે મુજબ આપણી સિવિલ હોસ્પિટલમાં વર્ક લોડ વધુ છે. જેને લઇને આગામી દિવસોમાં અધતન સિવિલ હોસ્પિટલ બનાવવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે આ નવી સિવિલ હોસ્પિટલ 13 માળનું બનશે. જેના માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. જે કમિટી દ્વારા મને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે હવે આ રિપોર્ટ પર આગળની કાર્યવાહી હાથ કરવામાં આવશે.

આ પણ વાંચો :Surat Civil Hospital: સુરતની નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત બિલ્ડીંગ તોડીને નવી તૈયાર કરાશે

દૈનિક 4 હજાર કરતાં વધુ દર્દીઓ લે છે સારવાર :રાજકોટ સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો તે સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે. દૈનિક 4000થી વધુ દર્દીઓમાં સારવાર લેવા માટે આવતા હોય છે. ત્યારે દર્દીઓની સંખ્યા જોઈને હોસ્પિટલ અધતન અને નવી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે તેના માટેની જગ્યા સિવિલ હોસ્પિટલ દ્વારા રાજ્ય સરકારને સૂચવવામાં આવી છે. તેમજ તે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ બાજુમાં જ બનાવવામાં આવશે, ત્યારે આ મામલે રાજ્ય સરકાર દ્વારા વધુ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ રાજકોટમાં નવી 13 માળની સિવિલ હોસ્પિટલ બનાવવાનું કામકાજ પણ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં નવી સિવિલ હોસ્પિટલ બનવાને લઈને રાજકોટના દર્દીઓને તેનો સીધો ફાયદો થશે.

ABOUT THE AUTHOR

...view details