ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot BJP : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોએ રાજીનામા આપતા પ્રદેશ પ્રમુખે આભાર માન્યો - રાજકોટ ભાજપ સમાચાર

રાજકોટમાં ભાજપના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ એકી સાથે રાજીનામા આપી દીધા છે. છેલ્લા ઘણા સમયથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિખવાદ ચરમસીમાએ હતો. ત્યારે પ્રદેશ પ્રમુખની બેઠક બાદ રાજીનામાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સભ્યો પર ઘણા દિવસોથી ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યાં હતા.

Rajkot BJP : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોએ રાજીનામા આપતા પ્રદેશ પ્રમુખે આભાર માન્યો
Rajkot BJP : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોએ રાજીનામા આપતા પ્રદેશ પ્રમુખે આભાર માન્યો

By

Published : Apr 18, 2023, 6:47 PM IST

રાજકોટ શહેર ભાજપમાં ભૂકંપ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોના રાજીનામા

રાજકોટ : શહેર ભાજપમાં ભૂકંપ સર્જાયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં નગર પ્રાથમિક શિક્ષક સમિતિના તમામ સભ્યો દ્વારા એકી સાથે રાજીનામા આપી દેવામાં આવ્યા છે. ગઈકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે આ સમિતિના તમામ સભ્યોએ બેઠક કરી હતી. ત્યારબાદ સ્વૈચ્છિક રીતે તમામ સભ્યોના રાજીનામા પક્ષ દ્વારા માંગી લેવામાં આવ્યા હતા. જેને લઇને શહેર ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. જોકે છેલ્લા ઘણો દિવસોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિખવાદ ચરમસીમાએ હતો. જેને લઇને ગઈકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા શિક્ષણ સમિતિના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા અને તેમની સાથે બેઠક યોજવામાં આવી હતી, ત્યારબાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :AAP corporators join BJP: 'આપ'ના 10 નગરસેવકોએ ધારણ કર્યો કેસરિયો, ઈસુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર

કોઈ પણ ભ્રષ્ટાચારની વાત નથી :આ સમગ્ર મામલે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાઓ હંમેશા કોઈ પદ માટે હોતો નથી, પરંતુ સેવા માટે હોય છે. તેમજ નવા નવા ચહેરાઓને પક્ષ દ્વારા તક આપવામાં આવતી હોય છે. આજથી બે વર્ષ પહેલાં રાજકોટ કોર્પોરેશનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે પાર્ટીના આદેશ પ્રમાણે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા મને સ્વૈચ્છિક રાજીનામા આપવામાં આવ્યા છે. જેને લઇને આ તમામ સભ્યોનો હું આભાર માનું છું અને તેમની અભિનંદન આપું છું કે કોઈપણ જાતના વિલંબ વિચાર કર્યા વિના એકી સાથે તમામ સભ્યોએ પોતાના રાજીનામા મને સોંપી દીધા છે.

આ પણ વાંચો :Lok Sabha Election 2024 : હવે ભાજપનું મિશન લોકસભા, મુખ્યપ્રધાનની હાજરીમાં કેશોદમાં સંકલન બેઠક

પક્ષ દ્વારા નવી જવાબદારી :કમલેશ મીરાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની એક પ્રક્રિયા છે પરંપરા છે કે, નવી નવી જવાબદારી પક્ષમાં આપવામાં આવતી હોય છે. કેટલાક કાર્યકર્તાઓને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવતા હોય છે. જ્યારે ભાજપમાં ગત સરકારમાં આપણે જોયું કે, મુખ્યપ્રધાન સહિતના પ્રધાનોએ પણ સ્વૈચ્છિક રીતે પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા હતા. જ્યારે તેવા સમયે પણ પ્રધાનોએ કોઈપણ વિચાર કર્યા વિના પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું આજ ભાજપ પક્ષની ઓળખ છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના સભ્યોએ કોઈપણ જાતનો વિચાર કર્યા વિના તમામ લોકોએ મને પોતાના રાજીનામા સ્વેચ્છિક આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પર છેલ્લા ઘણા દિવસોથી ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યા હતા. ત્યારે હવે એકીસાથે તમામ સભ્યોએ રાજીનામા માંગી લેવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ABOUT THE AUTHOR

...view details