ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ મનપા દ્વારા રાજવી પરિવારને નોટિસ મોકલી, જાણો શું છે મામલો... - રાજકોટ રાજવી પરિવારને નોટિસ

રાજકોટ મનપા દ્વારા હાલમાં રાજકોટ રાજવી પરિવારને નોટિસ પાઠવવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, જામનગર રોડ પર આવેલા સાંઢિયા પૂલના રિડેવલપમેન્ટ માટે ડાયવર્ઝન કાઢવા મામલે રાજવી પરિવારને જાણ કરવામાં આવી હતી. આ મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે વિગતવાર માહિતી આપી હતી.

રાજકોટ મનપા
રાજકોટ મનપા

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2023, 1:36 PM IST

રાજકોટ મનપા દ્વારા રાજવી પરિવારને નોટિસ

રાજકોટ :રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજવી પરિવારને નોટિસ ફટકારવામાં આવી છે. શહેરના જામનગર રોડ ઉપર સાંઢીયા પુલના વિસ્તૃતિકરણ યોજનામાં ડાયવર્ઝન કાઢવા મામલે વિલંબ થયો હતો. જ્યારે રાજવી પરિવાર આ મામલે મનપાને સહકાર આપતા નહોતા. જેને લઈને મનપા દ્વારા હવે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રાજકોટના રાજવી પરિવારને આ મામલે મનપા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.

સાંઢિયા પુલનું રીડેવલપમેન્ટ :રાજકોટ જામનગર હાઇવે ઉપર વર્ષો જૂનો સાંઢિયા પુલ આવેલો છે. આ સાંઢિયા પુલનું વિસ્તૃતીકરણ કરવામાં આવનાર છે. જેને લઈને મનપા દ્વારા હવે આ કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે. સાંઢિયા પુલના નવીનીકરણ કાર્યમાં અહીંથી પસાર થવા માટે ડાયવર્ઝન કાઢવો પડે તેવી સ્થિતિ છે. જેને લઈને ભોમેશ્વર મંદિરના ટ્રસ્ટની જમીનની જરૂરિયાત છે.

રાજવી પરિવારને નોટિસ શા માટે ?આ મામલે રાજકોટના રાજા માંધાતાસિંહ જાડેજાનો મનપા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભોમેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ રાજવી પરિવાર હસ્તક હોવાથી અને મંદિરની જમીનની ડાયવર્ઝન માટે જરૂરિયાત હોવાથી રાજવી પરિવારને કહેવામાં આવ્યું હતું. રાજવી માંધાતાસિંહે આ મામલે કોઈ પણ પ્રકારનો નિર્ણય ન કરતા મનપા દ્વારા આ અંગે રાજવી પરિવારને નોટિસ આપવામાં આવી છે. આ કાર્યવાહી કરવામાં આવી છે.

62 કરોડનું બજેટ મંજૂર : આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મનપા દ્વારા સાંઢિયા પુલના રિડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેના નિર્માણ માટે અંદાજિત 62 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરાઈ છે. તેમજ તેની ડિઝાઇન પણ નક્કી થઈ ગઈ છે. એવામાં આ બ્રિજના રિડેવલપમેન્ટની કામગીરી દરમિયાન અહીંયા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને વાહન વ્યવહાર જળવાઈ રહે તે માટે ડાયવર્ઝન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જમીન સંપાદન કાર્યવાહી : કમિશનર આનંદ પટેલે વધુમાં જણાવ્યું કે, આ અનુસંધાને આ ડાયવર્ઝન માટેનો જે રૂટ પરની જમીનને સંપાદન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેને લઈને આ મામલે કોર્પોરેશનના નિયમ મુજબ જે જે લોકોની જમીન છે તે તમામ જમીન માલિકોને નોટિસ આપવામાં આવી છે. હવે આગામી દિવસોમાં જે પણ વાંધા સૂચનો હોય તે પક્ષકારો રજૂ કરી શકે છે. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

  1. રાજકોટ મનપાને 50 વર્ષ પૂર્ણ થયા, એક સમયે પાણી માટે વલખા મારતું શહેર આજે બન્યું 'પાણીદાર'
  2. રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં આરોગ્ય પ્રશ્ને ભાજપ કોંગ્રેસ આમને સામને, 19 દરખાસ્તો મંજૂર

ABOUT THE AUTHOR

...view details