ગુજરાત

gujarat

ETV Bharat / state

ચમકી તાવને રોકવા રાજકોટ મનપા સતર્ક, 142 કિલો લીચીનો નાશ કરાયો

રાજકોટઃ બિહારના ચમકી તાવના કારણે અત્યાર સુધીમાં 180થી વધુ બાળકોના મોત થયા છે. આ ચમકી તાવ મુખ્યત્વે લીચી ખાવાના કારણે થતો હોવાનું બહાર આવ્યું છે. રાજકોટમાં પણ મોટા પાયે લીચીનું વેચાણ થાય છે, જેથી ચમકીના કારણે રાજકોટમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાનગરપાલિકાએ સાવચેતીના પગલા લીધા છે.

ચમકી તાવને રોકવા રાજકોટ મનપા સતર્ક, 142 કિલો લીચીનો નાશ કરાયો

By

Published : Jun 25, 2019, 5:18 PM IST

બિહારના મુઝફ્ફરપુર સહિતના આસપાસના વિસ્તારમાં નાના બાળકોને મગજના તાવ ચમકીના કારણે 180 કરતા વધારે બાળકોમાં મોત નીપજ્યા છે. મોતનો આંકડો હજુ પણ વધી રહ્યો છે. ચમકી તાવ થવાનું એક કારણ લીચી ફળ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

ચમકી તાવને રોકવા રાજકોટ મનપા સતર્ક, 142 કિલો લીચીનો નાશ કરાયો

રાજકોટ શહેરમાં આ પ્રકારની ઘટના ન સર્જાય તે માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગ રૂપે શહેરની ફ્રુટ બજારમાં સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું. શહેરના અલગ-અલગ વિસ્તારમાં વહેંચવામાં આવતા લીચી ફ્રુટની જાણવણી અને તેની ગુણવત્તાની ચકાસણી કરાઈ હતી. મનપાની ટીમે 142 કિલો જેટલા અખાદ્ય લીચીનો નાશ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details