ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ મનપા દ્વારા 8 હોસ્પિટલો ‘સીલ’ કરશે - Fire NOC

રાજકોટ શહેરની હદ વિસ્તારમાં આવતી હોસ્પિટલ પૈકી જે હોસ્પિટલો પાસે ફાયર ખાતાનું ઓબ્જેક્શન સર્ટિફિકેટ ન હોઇ અને ફાયર સેફ્ટીના અપૂરતા સાધનો હોઇ તેવી 8 હોસ્પિટલોને સીલ કરવા અંગેની નોટીસ આપવામાં આવી છે.

રાજકોટ મનપા દ્વારા 8 હોસ્પિટલો ‘સીલ’ કરશે
રાજકોટ મનપા દ્વારા 8 હોસ્પિટલો ‘સીલ’ કરશે

By

Published : Dec 29, 2020, 3:27 PM IST

  • રાજકોટ મનપા ફાયર સેફ્ટીના અપૂરતા સાધનો હોવાથી 8 હોસ્પિટલને ‘સીલ’ કરશે
  • ફાયર ખાતાનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ ન હોવાથી હોસ્પિટલો સીલ
  • દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા બાદ આ હોસ્પિટલો ‘સીલ’ કરાશે

રાજકોટઃ શહેરની હદ વિસ્તારમાં આવતી હોસ્પિટલ પૈકી જે હોસ્પિટલો પાસે ફાયર ખાતાનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવામાં આવ્યું નથી, ફક્ત ફાયર NOC જ મેળવેલી હોય અને તે ફાયર સેફ્ટીના અપૂરતા સાધનો હોવાથી શહેરની 8 હોસ્પિટલોને સીલ કરવા અંગેની નોટીસ આપવામાં આવી છે.

હોસ્પિટલોને ‘સીલ’ કરવામાં આવશે

રાજકોટ શહેરની હદ વિસ્તારમાં આવતી હોસ્પિટલો પાસે ફાયર સેફ્ટીના અપૂરતા સાધનો હોવાથી હોસ્પિટલો સીલ કરવાની નોટિસ આપવામાં આવી છે. નોટીસ દરમિયાન હાલ આ હોસ્પિટલોમાં જે દર્દીઓ સારવાર હેઠળ છે. તેમાં હવે નવા દર્દીને દાખલ કરી શકાશે નહી. તેમજ સારવાર હેઠળના આ તમામ દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા બાદ આ હોસ્પિટલો ‘સીલ’ કરવામાં આવશે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતુ.

રાજકોટ મનપા દ્વારા 8 હોસ્પિટલો ‘સીલ’ કરશે

આઠ હોસ્પિટલના નામ

શહેરની 8 હોસ્પિટલોને સીલ કરવા અંગે નોટીસ આપવામાં આવી છે. જેમાં આ 8 હોસ્પિટલનો સમાવેશ થાય છે. (1) સૌરાષ્ટ્ર કોવીડ હોસ્પિટલ, (2) ડેવ હોસ્પિટલ, (3) દશા શ્રીમાળી હોસ્પિટલ, (4) શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ, (5) નીદિત બેબીકેર હોસ્પિટલ,(6) સન્માન મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ, (7) ડૉ. વિવેક જોષીની હોસ્પિટલ અને (8) સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન હોસ્પિટલને નોટીસ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details