રાજકોટઃ રાજકોટ શહેરના વિકાસ (Rajkot Municipal Corporation) અને વિસ્તારની સાથે સાથે ગેરકાયદેસર દબાણોમાં પણ વધારો થઈ રહ્યો છે. એવામાં કોર્પોરેશન અને વહીવટી તંત્ર દ્વારા શહેરના ઠેર ઠેર અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવેલા સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવાની (RMC removed illegal pressure) કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે આજે વોર્ડ નંબર 3માં ગેરકાયદેસર ઊભું કરવામાં આવેલું દબાણને કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. તેમજ કરોડો રૂપિયાની સરકારી જમીનને ખાલી કરવામાં આવી હતી.
રાજકોટ મનપાએ ગેરકાયદેસર દબાણ દૂર કરીને કરોડોની જમીનને ખાલી કરાવી - Rajkot Municipal Corporation
રાજકોટ શહેરના (Rajkot Municipal Corporation) વિકાસ અને વિસ્તારની સાથે સાથે ગેરકાયદેસર દબાણોમાં પણ વધારો થઈ રહ્યો છે. એવામાં કોર્પોરેશન અને વહીવટી તંત્ર દ્વારા શહેરના ઠેર ઠેર અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવેલા સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવાની કાર્યવાહી (RMC removed illegal pressure) કરવામાં આવે છે.
44 કરોડની જમીન ખાલી કરવામાં આવી: રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.૩માં ટી.પી. સ્કીમ-19(રાજકોટ), એફ.પી.-12/એ, રેલ નગરમાં રાજકોટ મહાનગર પાલિકાના એસ.ઈ.ડબ્લ્યુ.એસ.એચ હેતુના અનામત પ્લોટમાં રૂમનું ચાલુ ગેરકાયદેસર બાંધકામ દુર કરી, અંદાજે 44 કરોડની કિંમતની 8820 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. જોકે આ ગેરકાયદેસર દબાણ દૂર કરતા સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન સર્જાય નહિ તે માટે વિજિલન્સ તેમજ એસઆરપીનો સ્ટાફ ઘટના સ્થળે રાખવામાં આવ્યો હતો.
વિજિલન્સ શાખાનો સ્ટાફ હાજર રખાયો: રાજકોટના રેલનગર વિસ્તારમાં મેગા ડિમોલેશન દરમિયાન ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, તેમજ જગ્યા રોકાણ અને રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર હતો. જ્યારે આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર ખડેપગે રહ્યો હતો. ઉલ્લેખ કરીએ છે કે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ હવે કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર દબાણો અને બાંધકામોને દૂર કરવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે.