ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાની અસર: રાજકોટમાં નવી દુકાનોના લાઇસન્સની મંજૂરી માટે મનપાને માત્ર 30 અરજીઓ મળી - covid 19 in gujarat

રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. કોરોના મારામારીના કારણે દેશમાં અર્થવ્યવસ્થા ખોરવાઇ છે. જેની અસર ગુજરાત પર પણ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર એવા રંગીલા રાજકોટમાં મોટાભાગના ઉદ્યોગ ધંધાઓ કોરોનાના કારણે બંધ છે. રાજકોટમાં સૌથી વધુ ઓટો મોબાઇલના પાર્ટ્સ બને છે. જેની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે, પરંતુ કોરોના મહામારીના કારણે ઇન્ડસ્ટ્રિયલ ક્ષેત્રમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

rajkot
રાજકોટમાં નવી દુકાનોના લાઇસન્સની મંજૂરી માટે મનપાને માત્ર 30 અરજીઓ મળી

By

Published : Sep 7, 2020, 8:19 PM IST

રાજકોટ: કોરોનાના મહામારીના કારણે ઉદ્યોગ ધંધાઓ છે. રાજકોટના બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાને છેલ્લા પાંચ મહિનામાં નવી દુકાનોના લાઈસન્સ માટેની માત્ર 30 જેટલી અરજીઓ મળી છે. એપ્રિલથી અત્યાર સુધીમાં કોર્પોરેશનમાં 30 જેટલા વેપારીઓએ રાજકોટમાં નવી દુકાન ખોલવા માટેની મંજૂરી માગી છે.

રાજકોટમાં નવી દુકાનોના લાઇસન્સની મંજૂરી માટે મનપાને માત્ર 30 અરજીઓ મળી

આ મામલે ETV ભારત સાથેની વાતચીતમાં રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર એચ.કે. કગથરા સાથે જણાવ્યું હતું કે, હાલ નવા કાયદાને લઈને રાજકોટ મનપાનું આ કામ હળવું થઈ ગયું છે. મોટાભાગે જે જગ્યાએ 10 કરતા વધારે લેબર કામ કરતા હોય તેમને હવે કોર્પોરેશનમાં આ પ્રકારની અરજી માટેનું લાઈસન્સ લેવું પડે છે. જ્યારે 10 કરતા ઓછા માણસો કામ કરતા હોય, તેમને આ પ્રકારનું લાઈસન્સ લેવું પડતું નથી. માત્ર ઓનલાઈન એક અરજી કરવાની રહે છે અને ઓનલાઈન જ તેમની દુકાનનું રજીસ્ટ્રેશન થઈ જાય છે. તેમજ આ પ્રક્રિયા પૂર્ણ થાય છે.

રાજકોટમાં નવી દુકાનોના લાઇસન્સની મંજૂરી માટે મનપાને માત્ર 30 અરજીઓ મળી

નવા કાયદાને લઈને મનપાની કામગીરી ખૂબ જ સરળ બની છે. જ્યારે જે જુના દુકાનદારો છે, તેમના લાઈસન્સ રિન્યુ કરવાની પ્રક્રિયા પણ આ કાયદાને લઈને હવે સરળ બની છે. તેઓને પણ માત્ર ઓનલાઈન અરજી કરવાની જ હોય છે.

  • ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રિમાં કોરોના ઈફેક્ટ
  • 30 જેટલા વેપારીઓએ નવી દુકાન ખોલવા માટે રાજકોટ મનપામાની મંજૂરી માગી
  • રાજકોટના ઓટો મોબાઇલના પાર્ટ્સની વિદેશમાં પણ નિકાસ કરાય છે

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અત્યાર સુધીમાં 65 હજાર દુકાનદારો નોંધાયા છે. જ્યારે નવા કાયદા પ્રમાણે હવે રાજકોટમાં કોર્પોરેશનમાંથી લાઈસન્સ લેવાની જરૂર પડતી નથી, માત્ર એક ઓનલાઈન અરજીના આધારે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થાય છે. કોરોના મહામારીની અસર રાજકોટના નવા દુકાનદારો પર જોવા મળી રહી છે. છેલ્લા પાંચ મહિનામાં માત્ર 30 જેટલી અરજીઓ નવી દુકાનના લાઈસન્સ માટેની આવી છે. જે એક ચિંતાનો વિષય છે. રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાંથી વસતા મોટાભાગના લોકો ધંધો વેપાર કરવા માટે આવતા હોય છે. સૌરાષ્ટ્રનું આર્થિક હબ ગણાતા રાજકોટમાં આ પ્રકારની પરિસ્થિતિને લઇને હાલ વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ વેપારમાં પણ કોરોનાની મહામારીની સીધી અસર જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details