રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવ્યું છે. “ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC)” દ્વારા દેશભરમાં પ્રથમ એવા રાજકોટ મહાનગરપાલિકાની ઉપરોક્ત સરાહનીય કામગીરી તેમજ પહેલ માટે 'Government organization leading the green affordable housing movement in India' કેટેગરી અંતર્ગત 7th IGBC ગ્રીન ચેમ્પિયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
7th IGBC ગ્રીન ચેમ્પિયન એવોર્ડ એનાયત મનપાના ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ મળ્યુંઆ એવોર્ડ IGBC લીડરશીપ એવોર્ડ પ્રોગ્રામ અંતર્ગત તારીખ 31/10/2020ના રોજ મનપાને ઓનલાઈન એનાયત કરવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપનાવવામાં આવેલા ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ મળી રહ્યું છે. ગુજરાત રાજ્યએ રાષ્ટ્રનું ઝડપથી વિકાસ કરતું રાજ્ય છે. જેથી વિકાસની અને શહેરીકરણની આ પ્રક્રિયા સાથે એફોર્ડેબલ હાઉસિંગની માંગમાં વધારો થાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ જેવી કે વામ્બે, BSUP, રાજીવ આવાસ યોજના, મુખ્યમંત્રી ગૃહ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, PPP આવાસ યોજના વિગેરે અંતર્ગત અત્યાર સુધીમાં આશરે 25,000થી વધુ જેટલા આવાસોની કામગીરી પૂર્ણ કરીને લાભાર્થીઓને સોપવામાં આવેલી છે અને આશરે 10,000થી વધુ આવાસોની કામગીરી પ્રગતિમાં છે.
નવી બનનારી શાળાઓ અને લાઈબ્રેરીઓમાં પણ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટના આધારે કામગીરી કરાશેરાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે બિલ્ડીંગ ડીઝાઈનના ફીચર્સમાં ટેકનીકલ ફેરફાર કરીને ઘરના અંદરનું તાપમાન 30થી 31 ડીગ્રી વચ્ચે રહે તે મુજબ સ્થાનિકે કામગીરી કરાવવામાં આવી રહી છે. જેમાં કેવીટીવોલ, ઓપનેબલ બારી-દરવાજાની વ્યવસ્થા, વેન્ટીલેશન શાફ્ટ સામેલ છે. તેમજ ગ્રીન બિલ્ડીંગના પ્રિન્સિપલ્સને ધ્યાને રાખીને ઉર્જાના સામાન્ય ઉપયોગ માટે સોલાર PV સીસ્ટમ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમજ ચણતર માટે AAC બ્લોકસનો ઉપયોગ કરવામાં આવેલો છે. ઉપરોક્ત સુવિધાઓને ધ્યાને રાખતા સ્માર્ટઘર 3 પ્રોજેક્ટ માટે GRIHA (Green Rating for Integrated Habitat Assessment) દ્વારા ગ્રીન બિલ્ડીંગ સર્ટીફીકેટ પાઠવવામાં આવ્યુ છે. આ ઉપરાંત નવી બનનારી શાળાઓ અને લાઈબ્રેરીઓમાં પણ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટના આધારે આયોજન કરી કામગીરી કરાવવામાં આવશે.
મનપાએ જુદા-જુદા 15 પ્રોજેક્ટ્સ માટે કરી હતી અરજી“ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC)” દ્વારા જુદી-જુદી 7 કેટેગરીમાં એવોર્ડ નોમીનેશન કરવામાં આવે છે. જે પૈકી 'Government organization leading the green affordable housing movement in India' કેટેગરીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા 15 પ્રોજેક્ટ્સ માટે ગ્રીન બિલ્ડીંગ સર્ટીફીકેશન માટે અરજી કરવામાં આવી હતી. જે માટે જરૂરી તમામ પરિબળો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ પરીબળોના કારણે કાર્બન ઉત્સર્જન ઘટાડી શકાય તેમજ આવાસોના લાભાર્થીઓને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.