ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના મ્યુુનિ. કર્મીઓએ "હેન્ડ ફ્રી સેનિટાઈઝર મશીન" બનાવ્યુંં - covid-19 in gujarat

રાજકોટમાં મ્યુનિ વોર્ડ નં. 14ની ઈજનેરની ટીમ અને વોર્ડ ઓફિસર સહિતના કર્મચારીઓએ સાથે મળીને "હેન્ડ ફ્રી સેનીટાઈઝર મશીન" બનાવ્યું છે. આ મશીન દ્વારા હાથ સ્પર્શ કર્યા વગર પગના સહયોગ વડે હેન્ડ વોશ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

etv bharat
રાજકોટ: મ્યુુનિ. કર્મીઓએ " હેન્ડ ફ્રી સેનીટાઈઝર મશીન" બનાવ્યુંં

By

Published : Apr 29, 2020, 5:47 PM IST

રાજકોટઃ મ્યુનિ વોર્ડ નં. 14ની ઈજનેરની ટીમ અને વોર્ડ ઓફિસર સહિતના કર્મચારીઓએ સાથે મળીને "હેન્ડ ફ્રી સેનીટાઈઝર મશીન" બનાવ્યું છે. આ મશીન દ્વારા હાથ સ્પર્શ કર્યા વગર પગના સહયોગ વડે હેન્ડ વોશ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ શહેરમાં કોરોના વાઈરસ સામેની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે કઈક અલગ અને અલૌકિક શોધખોળ કરી કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખી 14 નંબર વોર્ડના ઈજનેર એચ.એ.વસાવા વોર્ડ ઓફીસર હેમાદ્રીબા ઝાલા, આસી.ઈજનેર હર્ષવિજયસિંહ ગોહીલ, વર્ક આસી. પાર્થ પરમાર દ્વારા "હેન્ડ ફ્રી સેનીટાઈઝર મશીન"નું નિર્માણ કરવામાં આવ્યું છે.

રાજકોટ: મ્યુુનિ. કર્મીઓએ " હેન્ડ ફ્રી સેનીટાઈઝર મશીન" બનાવ્યુંં

આ મશીનને હાથેથી સ્પર્શ કર્યા વગર પગના સંચાલન દ્વારા હાથને સેનિટાઈઝ કરી શકાય છે. આ મશીન માટે બાંધકામ સાઈટ પરના હાજર વેસ્ટ મટીરીયલમાથી બહુ સામાન્ય ખર્ચે બનાવવામા આવ્યુ છે. આ નવીનતમ મશીન દ્વારા વોર્ડ 14ની ઓફીસ ખાતે આવતા સફાઈ કામદારો, કર્મચારીઓ તથા અન્ય જરુરી કામ માટે આવતા અરજદારો તુરંત હાથને સેનિટાઈઝ કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details