2019ની લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પર જંગી બહુમતીથી વિજય મેળવનાર મોહન કુંડારિયાનો સન્માન સમારોહ કોટડાસાંગાણીમાં યોજાયો હતો. જ્યાં સાંસદનું 42 ગામના આગેવાનોએ પરંપરાગત રીતે પાઘડી પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ત્યારબાદ સાંસદ કુંડારિયાએ મતદારોને પોતાનો કિંમતી મત આપવા બદલ આભાર માન્યો હતો. સાથે મતદારોને વિશ્વાસ અપાવ્યો હતો કે, તેમની તમામ સમસ્યાઓનો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે. તેમજ નર્મદાના પાણી મુદ્દે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પ્રશ્નોની નિરાકરણ લાવવામાં આવશે.
રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનું 42 ગામ દ્વારા કરાયું સન્માન - Gujarat
રાજકોટઃ જિલ્લાની લોકસભા બેઠક પર સતત બીજી ટર્મમાં જંગી મતોથી વિજય મેળવનાર મોહન કુંડારીયાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં 42 ગામના આગેવાનોએ તેમનું સન્માન કર્યું હતું.
રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનો સન્માન સમારોહ યોજાયો
ઉલ્લેખનીય છે કે,આ તાલુકો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પરંતુ છેલ્લી બે ટર્મથી જંગી બહુમતી મેળવી મોહન કુંડારિયાએ વર્ષોથી ચાલતાં કોંગ્રેસના ગઢને તોડી ભાજપના ભગવાને સ્થાપિત કર્યો છે. જેની ખુશી વ્યક્ત કરતાં તેઓ કહે છે કે," હું મતવિસ્તારમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવીને તેને વિકાસના પંથે લઇ જવા પૂરતો પ્રયાસ કરીશ. પક્ષે અને તમે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે તેને ટકાવી રાખવા સતત પ્રયત્નશીલ રહીશ."