નાયબ પોલીસ કમિશ્નર ઝોન-2 મનોહરસિંહ જાડેજાના સુપરવિઝન હેઠળ પશ્ચિમ વિભાગના ACP પી.કે. દિયોરા તથા રાજકોટ શહેરની ડિસ્પોઝલ ટીમ, સ્થાનિક પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ.વાળા તથા DCPB, SIP, એમ ધાખડા તથા SOG PSI એચ.એમ રાણા તથા તેમની ટીમને કોલ મળ્યાના ત્રણ મિનિટથી લઇ પાંચ મિનિટ સુધીમાં એરપોર્ટ પહોંચીને પોત પોતાની પોઝિશન લઈ ઝડપથી કામગીરીમાં જોડાઈ ગયા હતા.
રાજકોટ સિવિલ એરપોર્ટ ખાતે મોકડ્રીલ યોજાઈ - એરપોર્ટ ખાતે મોકદ્રીલ યોજવામાં આવી
રાજકોટઃ એક અજાણ્યા શખ્સ દ્વારા મોબાઇલ ફોનથી સિવિલ એરપોર્ટ ખાતે ફોન આવેલ કે, રાજકોટથી દિલ્હી જતી ફ્લાઈટમાં બોમ્બ મૂકવામાં આવેલ છે. જે 1 કલાકમાં બ્લાસ્ટ થવાનો છે. જે અન્વયે એરપોર્ટ ઓથોરિટી દ્વારા શહેર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે મેસેજ મળતા તાત્કાલિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનાક્રમનું મોકડ્રીલ કરાયુ હતું.
બાદમાં રાજકોટથી દિલ્હી જવા માટે એક ઓફ થયેલ એરક્રાફ્ટ પરત રાજકોટ સિવિલ એરપોર્ટ રનવે પર લેન્ડ થતા તુર્તજ રાજકોટ શહેર પોલીસ BDDS, ડોગ સ્કોડ CIFSની ટીમ દ્વારા ફ્લાઈટને કોર્ડન કરી પેસેન્જરને સલામત સ્થળે લઇ જવાયાં હતા.
આ કામગીરી દરમિયાન જે મોબાઇલ ફોનથી બોમ્બ રાખ્યાનો કોલ આવેલો હતો, તેને રાજકોટ શહેર પોલીસ દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં ટ્રેસ આઉટ કરી મોબાઈલથી જાણ કરનાર શખ્સ જ આતંકવાદી હોવાનું અને હાલતે એરપોર્ટ વિમાનમાં હોવાનું જણાતા DCP રાજકોટ શહેર પોલીસની તાત્કાલિક એક ટીમનું સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.