રાજકોટ : તાજેતરમાં જ રાજકોટમાં એર ઇન્ડિયાની ફ્લાઈટમાંથી એક પેસેન્જરના મોબાઈલ ફોન ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે પોલીસે ગણતરીના દિવસોમાં જ એક આરોપીને મોબાઇલ સાથે પકડી પાડ્યો છે. જ્યારે આરોપી મૂળ રાજસ્થાનનો છે અને છેલ્લા ઘણા સમયથી રાજકોટ ખાતે રહે છે. તેને ફ્લાઈટમાંથી મોબાઇલની ચોરી કરી હતી, ત્યારે પોલીસે આરોપીને પકડીને મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો હતો.
ફ્લાઇટમાંથી મોબાઈલ ફોન થયો હતો ગુમ :સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, રાજકોટમાં રહેતા અને આર્કિટેક્ચરના વ્યવસાય સાથે સંકળાયેલા ભાર્ગવ મનસુખભાઈ કોટડીયાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ગત તારીખ 10મી માર્ચ 2023ના રોજ સાંજના સમયે દિલ્હીથી રાજકોટની એર ઇન્ડિયાની ફ્લાઈટમાં સવાર થઈને રાજકોટ ખાતે આવ્યા હતા. જે દરમિયાન તેમનો આઈફોન અચાનક ફ્લાઈટમાંથી ગુમ થઈ ગયો હતો. જે અંગેની ફરિયાદ પણ તેમને નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ ફરિયાદ નોંધાવ્યાના ગણતરીના દિવસોમાં જ ભોગ બનનારનો મોબાઈલ ફોન તેમને પરત અપાવ્યો હતો.
આ પણ વાંચો :Navsari Crime : વાડ જ ચીભડા ગળે તેઓ ઘાટ, કામ કરતા કર્મીએ જ કંપનીમાં હાથ ફેરો કર્યો