ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ મેડીકલ કોલેજને પ્લાઝમા થેરાપી સંશોધનની મળી મંજૂરી - રાજકોટ મેડીકલ કોલેજને પ્લાઝમા થેરાપી સંશોધનની મળી મંજુરી

કોરોના પોઝિટિવ દર્દીની સારવાર માટે પ્લાઝમા થેરાપી ખૂબ જ કારગત નીવડી છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદ ખાતે જ તેની મંજૂરી મળી હતી પરંતુ હવે રાજકોટની મેડીકલ કોલેજને પણ પ્લાઝમા સંશોધન અંગેની મંજૂરી મળી છે.

રાજકોટ
રાજકોટ

By

Published : May 3, 2020, 9:08 AM IST

રાજકોટ: કોરોના વાઇરસની મહામારી દરમિયાન કોરોના પોઝિટિવ દર્દીની સારવાર માટે પ્લાઝમા થેરાપી ખૂબ જ કારગત નીવડી છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદ ખાતે જ તેની મંજૂરી મળી હતી પરંતુ હવે રાજકોટની મેડીકલ કોલેજને પણ પ્લાઝમા સંશોધન અંગેની મંજૂરી મળી છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ દ્વારા રાજકોટની મેડીકલ કોલેજને પણ પ્લાઝમા થેરાપી સંશોધનની મંજૂરી આપવામાં આવી છે. જેને લઈને આગામી દિવસોમાં રાજકોટમાં પણ કોરોનાના દર્દીની સારવાર પ્લાઝમા થેરાપી દ્વારા થઇ શકશે. મુખ્યત્વે પ્લાઝમા થેરાપીમાં કોરોના સાજા થઈ ગયેલ દર્દીનું પ્લાઝમા તેની મરજીથી લેવામાં આવે છે અને અન્ય કોરોનાના દર્દીને આ પ્લાઝમા આપવામાં આવે છે જેના વડે કોરોનાના દર્દી ઝડપથી સાજો થઈ જાય. ખાસ કરીને વિદેશમાં પણ આ થેરપી ખૂબ કારગત નીવડી છે.

જ્યારે ભારતમાં કેરળ અને દિલ્હી રાજ્યમાં પ્લાઝમા થેરાપી વડે કોરોનાના દર્દીઓ સજા થઈ રહ્યા છે. જેને લઈને રાજકોટ સિવી હોસ્પિટલ તંત્ર દ્વારા પણ કોટન વાીઈરસના દર્દીઓના સારવાર માટે કેન્દ્ર પાસે મંજૂરી માંગવામાં આવી હતી. જે રાજકોટ હોસ્પિટલ તંત્રને આપવામાં આવતા રાજકોટમાં આગામી દિવસોમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સારવાર પ્લાઝમા થેરાપી દ્વારા કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના 59 જેટલાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે અત્યાર સુધીમાં 17 જેટલા દર્દીઓને કોરોનાની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં અત્યાર સુધીના કોરોનાના અંદાજિત 45 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details