રાજકોટ: રાજકોટના નવા ડેપ્યુટી મેયર તરીકે કંચન સિદ્ધપુરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ ભાજપ સંકલન સમિતિની બેઠકમાં તેમના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી હતી. કંચનબેન સિદ્ધપુરા હવે ધારાસભ્ય બની જનાર ડોકેટર દર્શિતા શાહના અનુગામી બન્યાં છે. ત્યારે અઢી વર્ષની તેમના પદની મુદત 6 માસ માટે બાકી છે. એવામાં કંચનબેનને નવા ડેપ્યુટી મેયર તરીકે શહેરવાસીઓની સેવા કરવાનો મોકો 6 મહિના માટે મળશે.
કમલેશ મીરાણીની જાહેરાત : સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટના આજે નવા ડેપ્યુટી મેયરની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના વોર્ડ નંબર 16ના ભાજપના કોર્પોરેટર કંચનબેન સિદ્ધપુરા નવા ડેપ્યુટી મેયર બન્યા છે. ડેપ્યુટી મેયરના નામની જાહેરાત પહેલા કોર્પોરેશન ખાતે ભાજપની સંકલન બેઠક મળી હતી. જેમાં ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા ડેપ્યુટી મેયર પદ માટે કંચનબેન સિદ્ધપુરાના નામની જાહેરાત કરી હતી. જ્યારે કંચનબેનના નામની જાહેરાત બાદ જ તેમના સાથી કોર્પોરેટ મિત્રોએ તેમને આ અંગેની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો Water Crises: ઉનાળાનો આવતા પાણીની રામાયણ, સ્થાનિકોનો રસ્તા પર 'મહાભારત' કર્યું
6 મહિનામાં ટર્મ ખતમ: રાજકોટમાં અગાઉ ડેપ્યુટી મેયર ડો. દર્શીતા શાહ હતા. જેઓ આ વર્ષે વિધાનસભાની ચૂંટણી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી લડતા તેમની જીત થઈ હતી. જેને લઈને તેઓ ધારાસભ્ય બન્યા બાદ કોર્પોરેશનનું ડેપ્યુટી મેયરના પદથી રાજીનામું આપ્યું હતું. જેના આ પદ ખાલી હતું.જે માટે 6 મહિનાની મુદત માટે કંચનબેનને પસંદ કરાયાં છે. આજે રાજકોટ કોર્પોરેશનમાં ભાજપની સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં કંચનબેનના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કંચનબેન સિદ્ધપુરાના નામ સાથે ઘણાબધા નામો ચર્ચામાં હતા પરંતુ છેલ્લે કંચનબેનના નામની ભાજપ પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
કોણ છે નવા મેયર: આ અંગે રાજકોટના નવા ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં શહેર ભાજપ અને મહિલા મોરચામાં અગાઉ અલગ અલગ પદ પર અનેક જવાબદારીઓ નિભાવી છે. જ્યારે મને ભાજપ દ્વારા વોર્ડ નંબર 16માંથી કોર્પોરેટરની ટિકીટ આપી ત્યારે અમે ચારેય ભાજપના ઉમેદવાર જંગી બહુમતી સાથે જીત્યા હતાં. હવે મને ડેપ્યુટી મેયર તરીકેની નવી જવાબદારી મળી છે. જેના માટે હું પક્ષનો આભાર માનું છું. જ્યારે પક્ષ દ્વારા અમને મહિલાઓને પણ ઉચ્ચસ્થાન આપવામાં આવ્યું તેનો અમને ગર્વ છે.
આ પણ વાંચો Rajkot Traffic Jam: બ્રિજની કામગીરીથી લોકો હેરાન, ટ્રાફિકમુક્તિ મુદ્દે વિપક્ષનો જવાબ
મોટી ખાતરી આપીઃ કંચનબેને શહેરમાં પાણીની સમસ્યા અંગે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે છ મહિના માટે હું રાજકોટ શહેરની ડેપ્યુટી મેયર બની છું. ત્યારે અને કોર્પોરેશનના પાંચે પદાધિકારીઓ સાથે મળીને જ કામ કરશું. હાલમાં અમારા વિસ્તારમાં કોઈ મોટા પ્રશ્નો નથી અને જે પણ કાંઈ રાજકોટના પ્રશ્નો હશે તેનું સાથે મળીને નિરાકરણ લાવીશું. ઉલ્લેખનીય છે કે કંચનબેન સહિત અન્ય ચારથી પાંચ જેટલી મહિલાઓના નામ ડેપ્યુટી મેયર પદ માટે વિચારાધીન હતાં પરંતુ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ દ્વારા કંચનબેનના નામની જાહેરાત થતા જ તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.