ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના મેયર બીનાબેન આચાર્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો - Rajkot Corona Badet

રાજકોટ શહેરમાં ભાજપના નેતાઓ કોરોનાનો બાગ બની રહ્યાં છે. ત્યારે બુધવારના રોજ રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયર બીના બેન આચાર્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટના મેયર બીનાબેન આચાર્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
રાજકોટના મેયર બીનાબેન આચાર્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

By

Published : Sep 2, 2020, 12:33 PM IST

રાજકોટ: શહેરમાં ભાજપના નેતાઓ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. ત્યારે બુધવારના રોજ રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયર બીના બેન આચાર્ય પણ કોરોના સંક્રમિત થયા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બે દિવસ અગાઉ તેમના પતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને મેયર બીનાબેના આચાર્ય 14 દિવસ માટે ક્વોરન્ટાઇન થયા હતા.

ક્વોરન્ટાઈન બાદ બુધવારે મેયર બીના બેનનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ અવ્યો છે. અગાઉ રાજકોટમાં રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પરિજનો તેમજ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી પણ કોરોનાથી પ્રભાવિત થઈ ચુક્યા છે. ત્યારે બુધવારે મેયર પણ કોરોના પોઝિટિવ આવતા ભાજપના નેતાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details