રાજકોટ:રાજકોટની ભાગોળે આવેલા પડવલા ગામમાં જીઆઇડીસીના એલ્યુમિનિયમના કારખાનામાં ભઠ્ઠીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ થવાની ઘટનાને કારણે કારખાનામાં કામ કરી રહેલા બે શ્રમિકો દાઝી ગયા હતા. જેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બ્લાસ્ટની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા. જોકે આ બ્લાસ્ટ થવાને લઈને જીઆઇડીસીમાં ભયનો માહોલ છવાયો છે. જ્યારે આ સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Rajkot News: રાજકોટમાં એલ્યુમનિયમની ભઠ્ઠીના કારખાનામાં બ્લાસ્ટ, બે શ્રમિકો દાઝ્યા - બે શ્રમિકો ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં દાખલ
રાજકોટના પડવલામાં એલ્યુમનિયમની ભઠ્ઠીના કારખાનામાં બ્લાસ્ટ થયો હતો. જેમાં બે શ્રમિકો ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક ધોરણે સ્પ્રેની બોટલના કારણે બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે.
ભઠ્ઠીમાં અચાનક બ્લાસ્ટ: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજે પોતાના દૈનિક કામ મુજબ બે શ્રમિકો પડવલાના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એલ્યુમિનિયમના કારખાનામાં કામ કરી રહ્યા હતા. એવામાં અચાનક બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી. જેમાં મૂળ ઉત્તર પ્રદેશના શ્રમિકો એવા મનોજ સાહેબલાલ અને રાહુલ મુનિમભાઈ બંને ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર શરૂ છે. બંને શ્રમિકોના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો:Surat bulloon cylinder blast: ફુગ્ગામાં ગેસ ભરતા પહેલા ચેતવા જેવો કિસ્સો, સિલેન્ડર બ્લાસ્ટ થતા...
સ્પ્રેની બોટલના કારણે બ્લાસ્ટ: આ અંગે કારખાનાના માલિક એવા પિયુષ રાઠોડે જણાવ્યું હતું કે પડવલા ખાતે મારે એલ્યુમિનિયમનું કારખાનું આવેલું છે. જેમાં ભઠ્ઠી કામ કરવામાં આવે છે. એવામાં ભઠ્ઠીમાં સ્પ્રેની બોટલ આવી હતી. જેમાં અમે હોલ કરવાનું ભૂલી ગયા હતા. જેવી જ આ બોટલ ભઠ્ઠીમાં ગઈ ત્યારે બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટની ઘટનામાં ત્યાં કામ કરતા બે શ્રમિકો દાઝ્યા હતા. તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. આ ઘટનામાં શ્રમિકો હાથ અને મોઢાના ભાગે દાઝ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
TAGGED:
Rajkot News