રાજકોટઃસમાજમાં ઘણી વખતે એવી રીતે મસ્ત મજાના લગ્ન કરવામાં આવે છે. જેમાં પરંપરાની સાથે યાદગીરી પણ રહી જાય છે. રાજકોટમાં કરવામાં આવ્યા છે આવા જ અનોખા લગ્ન.જેને જોઇને તમને પણ કહેશો અરે વાહ..રાજકોટમાં રાજપૂત સમાજમાં દીકરીનો લગ્ન પ્રસંગ યોજાયો હતો. સમાજની પરંપરા મુજબ રાજપૂત સમાજમાં જે દીકરીના લગ્ન હોય તેને સાસરિયા પક્ષ તરફથી પાંચ લોકો દીકરીના ઘરે આવે છે. એવામાં રાજકોટમાં યોજાયેલ એક લગ્નમાં દીકરીને લેવા માટે વેલ હેલિકોપ્ટરમાં આવી હતી. જે આકર્ષકનું કેન્દ્ર બની હતી.
Rajkot Unique Wedding: અનોખી વિદાય, સાસરિયા પક્ષ હેલિકોપ્ટરમાં વેલ લેવા આવ્યા - રાજકોટ સમાચાર
આજ સુધી તમે નેતાઓને જ મોટા ભાગે હેલિકોપ્ટરમાં જોયા હશે. પરંતુ રાજકોટમાં રાજપૂત સમાજમાં દીકરીને હેલિકોપ્ટરમાં વેલ આપવામાં આવી છે. લોકો એન્ટ્રી માટે પૈસાઓ ખર્ચતા હોય છે. પરંતુ રાજકોટના રાજપૂત સમાજે એવી વિદાય આપી દીકરીને જોવા વાળા જોતા જ રહી ગયા.

હેલિકોપ્ટરમાં આવી રાજકોટ:રાજકોટના શીતલ પાર્ક નજીક રહેતા વિરેન્દ્રસિંહ વાઢેરની દીકરી હેમાંગી બાના લગ્ન ખંભાત પાસે આવેલ મિતલી સ્ટેટના બલવીરસિંહજી ગોહિલના પુત્ર ઋષિરાજસિંહ સાથે યોજાનાર છે. ત્યારે આ લગ્નમાં રાજપૂત સમાજની પરંપરા મુજબ હેમાંગીબાને તેના પક્ષમાંથી લેવા માટે પાંચ લોકો આવ્યા હતા. પરંતુ આ લોકો હેલિકોપ્ટર લઈને આવ્યા હતા. જેના કારણે તે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જ્યારે દીકરી પક્ષ દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા. પરંપરા મુજબ વિરેન્દ્રસિંહ વાઢેર દ્વારા પોતાની દીકરી હેમાંગીબાની વેલ વિદાય કરવામાં આવી હતી. વેલની વિદાય હેલિકોપ્ટરથી કરવામાં આવતાની વાત સામે આવતા તે રાજકોટભરમાં ચર્ચાનું વિષય બની છે.
આ પણ વાંચો Rajkot Crime: સેશન્સ કોર્ટે ફગાવી દેવાયત ખવડની જામીન અરજી, રાણો 2 મહિનાથી જેલમાં બંધ
આ સમગ્ર મામલી દીકરીના પિતા એવા વિરેન્દ્રસિંહ વાઢેરે જણાવ્યું હતું કે અમારા પરિવારમાં આવો પહેલો પ્રસંગ છે. જેમાં વેલની વિદાય હેલિકોપ્ટરથી કરવામાં આવી છે. જ્યારે અમે દીકરીની વિદાય કરીએ છીએ ત્યારે અમને દુઃખની લાગણી તો છે જ પરંતુ અમારી દીકરીને અમે હેલિકોપ્ટરમાં વિદાય આપીએ છીએ જેના કારણે અમને હર્ષ છે. ઉલ્લેખનીય છે વરરાજા પોતાની દુલ્હનને હેલિકોપ્ટરમાં લેવા માટે આવતા હોય છે, જ્યારે હાલમાં ગાડામાં જાન લઈને જવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એવામાં રાજકોટમાં પ્રથમ વખત હેલિકોપ્ટરમાં આવેલની વિદાય થઈ હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે.