ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News : રાજ્યભરમાં લગ્ન સહાય આપવાના નામે કૌભાંડ આચરનાર પતિપત્નીની ધરપકડ

રાજકોટમાં લગ્ન સહાય આપવાના નામે કૌભાંડ આચરનાર પતિપત્નીની ધરપકડ કરવામાં આવી છે. લગ્નની સહાય આ સંસ્થા દ્વારા 1300 જેટલા સભ્યો પણ બનાવવામાં આવ્યા છે. હાલ પોલીસે પતિ પત્નીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Rajkot News : રાજ્યભરમાં લગ્ન સહાય આપવાના નામે કૌભાંડ આચરનાર પતિપત્નીની ધરપકડ
Rajkot News : રાજ્યભરમાં લગ્ન સહાય આપવાના નામે કૌભાંડ આચરનાર પતિપત્નીની ધરપકડ

By

Published : Feb 24, 2023, 2:10 PM IST

રાજ્યભરમાં લગ્ન સહાય આપવાના નામે કૌભાંડ આચરનાર પતિપત્નીની ધરપકડ

રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં લગ્નની સહાય આપવાના નામે રિયર ફ્રેન્ડસ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અંદાજે 1300 લોકો પાસેથી 25- 25 હજાર ઉઘરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પૈસા ઉઘરાવીને કંપની દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. જે લોકોને પૈસાના નામે ચેક આપ્યો તે ચેક બાઉન્સ થતા હતા. જે મામલે હવે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધી પતિ પત્નીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :Surat Crime: ટોપ ટેન મેડિકલ કૉલેજમાં એડમિશનના નામે છેતરપિંડી કરનારો ભેજાબાજ એન્જિનિયર ઝડપાયો

પતિ પત્નીની કરવામાં આવી ધરપકડ :આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત બસીયાએ જણાવ્યું હતું કે, રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન નામની આ સંસ્થા છે. જેના દ્વારા એક લગ્ન સહાય યોજના બહાર પાડવામાં આવી હતી. જેમાં કોઈ વ્યક્તિ 25 હજાર રૂપિયા ભરે તો તેમને લગ્ન બાદ સહાય પેઠે એક લાખ રૂપિયા આપવામાં આવતા હતા. જ્યારે આ સહાય યોજનામાં ફરિયાદી અને તેની પત્નીએ ફોર્મ ભરીને રૂપિયા 50,000 જમા કરાવ્યા હતા. ત્યારબાદ તેમના લગ્ન થઈ જતા તેમને બે લાખ રૂપિયા આપવાનો વાયદો આ કંપની દ્વારા કરવામાં આવ્યો હતો. જેને લઈને લગ્ન બાદ પણ આ કંપની દ્વારા ફરિયાદીને પૈસા આપવામાં આવ્યા નહોતા. તેમજ જે ચેક આપવામાં આવ્યો હતો તે પણ બાઉન્સ થયો હતો. આખરે તેમની સાથે છેતરપિંડી થયાનું અહેસાસ થતાં તેમને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ આપી હતી.

આ પણ વાંચો :Ahmedabad Cyber Crime : સરકારી ઈમેઈલ આઈડી બનાવી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરનાર ઝડપાયો

કુલ 8 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ :ક્રાઈમ બ્રાન્ચના ACP વધુમાં જણાવ્યું હતું કે, આ કંપનીના પ્રમુખ હરેશ ડોબરીયા અને તેમના પત્ની પ્રફુલ્લા ડોબરિયાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ સાથે જ કુલ આઠ લોકો વિરુદ્ધ આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. હાલ આ સમગ્ર મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, જુનાગઢ, રાજકોટ, જામનગર અને સાણંદ તેમજ સુરતમાં અલગ અલગ જગ્યાએ આ કંપનીની ઓફિસ ખોલવામાં આવી હતી. તેમજ આ સંસ્થા દ્વારા 1300 જેટલા સભ્યો પણ બનાવવામાં આવ્યા છે. હાલ આ તમામ લોકોને પૂછપરછ પણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details