ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન એક અલગ જ માહોલ જીવ મળે છે. ત્યારે રાજકોટના માર્કેટિંગ યાર્ડને પણ સાતમ આઠમના તહેવારને ધ્યાનમાં રાખીને બંધ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટનું બેડી યાર્ડ 22 ઓગષ્ટથી 27 ઓગસ્ટ સુધી એટલે કે છ દિવસ સુધી બંધ રહેશે. જ્યારે 28 ઓગષ્ટથી રાબેતા મુજબ શરૂ થશે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ છ દિવસ સુધી રહેશે બંધ, ખેડૂતોને માલ નહી લાવવાની અપીલ - rajkot marketing yard
રાજકોટઃ જન્માષ્ટમીના તહેવારને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે જિલ્લાના મોરબી રોડ ખાતે આવેલા બેડી માર્કેટિંગ યાર્ડને 6 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં સાતમ આઠમના તહેવારને ધ્યાને રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને રાજકોટ સહિત જિલ્લાના ખેડૂતોને આ દિવસોમાં પોતાનો માલ યાર્ડમાં નહીં લાવવા અપીલ કરવામાં આવી છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ
આમ પણ સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના દિવસોમાં મોટાભાગના વેપારીઓ અને લોકો રજા રાખતા હોય છે જેને લઈને યાર્ડના સત્તાધીશો દ્વારા યાર્ડની કામગીરી પણ તહેવાર નિમિતે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.