ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ મહાનગરપાલિકાની 27 કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી - gujarat

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં અંદાજિત રૂપિયા 27 કરોડથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી હતી. રાજકોટની ભાગોળે આવેલ લાલપરી અને રાંદરડા તળાવના ડેવલોપમેન્ટ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 20 કરોડની ફાળવણી કરી છે. ત્યારે તેના પ્લાનિંગ અને ડેવલપમેન્ટ માટેની કન્સલ્ટન્ટની પણ આજે બેઠકમાં ઠરાવ પસાર કરીને મંજૂરી આપવામાં આવી છે.

રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટીએ રૂ. 27 કરોડના કામોને મંજૂરી આપી

By

Published : Jun 3, 2019, 6:32 PM IST

દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થવાની સાથે જ તંત્ર દ્વારા જે અટકી ગયેલા અને નવા કામ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આજે રાજકોટ મહાનગરપાલિકામાં ચેરેમન ઉદય કાનગડની અધ્યક્ષતામાં યોજાયેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા 27 કરોડથી વધુના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. જેમાં આગામી દિવસીમા ચોમાસાને ધ્યાને લઈને શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષારોપણ, અલગ અલગ વોર્ડમાં નવી D.I પાઇપલાઇન જેવા અનેક નાના મોટા કામોને કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકાની 27 કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી

ABOUT THE AUTHOR

...view details