ગુજરાત

gujarat

ETV Bharat / state

માસ્ક નહી પહેરતા લોકો વિરુદ્ધ રાજકોટ મનપાની ડ્રાઈવ, 76 લોકોને ફટકાર્યો દંડ - Mask Fine

સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવી છે. લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

xz
xzx

By

Published : Dec 25, 2020, 3:03 PM IST

  • માસ્ક નહી પહેરતા લોકો વિરુદ્ધ રાજકોટ મનપાની ડ્રાઈવ
  • 76 લોકો પાસેથી 76000 દંડ ફટકારાયો
  • મનપાની શહેરીજનોને નિયોમોનું પાલન કરવાની અપીલ

રાજકોટઃ સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવી છે. લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે.

રૂપિયા 76000નો દંડ વસુલ કરવામાં આવ્યો

રાજકોટ મનપાની ડ્રાઇવ દરમિયાન આજે શહેરના વિવિધ સ્થળોએ મહાનગરપાલિકા દ્વારા માસ્ક નહી પહેરતા લોકો સામે ડ્રાઈવ કરવામાં આવી હતી. જે અંતર્ગત માસ્ક નહી પહેરનારા 76 લોકો પાસેથી 76000 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ભિલવાસ ચોક ખાતે કોટક હોસ્પિટલ દ્વારા જાહેરમા બાયોમેડીક્લ વેસ્ટ ફેક્તા 10000 વહિવટી ચાર્જ વસુલાત, જ્યારે જાહેરમા કચરો ફેક્તા, જાહેરમા થુક્તા અને સિંગલ યુઝ પ્લાસ્ટીક 24 આસામી પાસેથી 9000 વહિવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી.

મનપાની શહેરીજનોને અપીલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. જેમાં ઘરની બહાર નીકળવાનું ટાળો અને બહુ જ જરૂરી કામે બહાર નીકળવાનું થાય તો મો અને નાક ઢંકાઈ તેમ માસ્ક પહેરવું. વારંવાર સાબુથી હાથ સાફ કરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, પોતે કોરોનાથી બચશે તો અન્ય અને પોતાના પરિવારને કોરોનાથી બચાવી શકાશે.

માસ્કના દંડની વિગત

ઝોન અસામી રૂપિયા
ઈસ્ટ ઝોન 14 14000
વેસ્ટ ઝોન 13 13000
સેન્ટ્રલ ઝોન 19 19000
જગ્યારોકાણ શાખા 30 30000

ABOUT THE AUTHOR

...view details