ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ મનપાનો મહત્વનો નિર્ણય, હવે જાહેરમાં થૂંકનારને કરાશે દંડ - COrporation

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવેથી રાજકોટના જાહેરમાર્ગો પર થૂંકનાર વાહનચાલકોને ઈ-મેમો અને ચલન દ્વારા દંડ ફટકારવામાં આવશે. આ અંગે ગુરૂવારના રોજ મહાનગરપાલિકમાં એક બેઠક મળી હતી. જેમાં દંડની રકમ નક્કી કરવામાં આવી છે, જે અંગની જાહેર પણ કરવામાં આવી છે. ત્યારે આ અંગે ઇટીવી ભારત દ્વારા મનપા કમિશ્રર બંચ્છાનિધી પાની સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : May 16, 2019, 6:11 PM IST

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટના જાહેર માર્ગો પર વાહનો લઇને નિકળતા વાહનચાલકો જો રસ્તા પર પાન કે મસાલો ખાઈને થૂંકશે તો તેને આઇ-વે પ્રોજેક્ટ હેઠળ ઈ-મેમો અને ઑફલાઇન પણ દંડ ફટકારવામાં આવશે.

રાજકોટ મનપા કમિશનર સાથે ETV ભારતની ખાસ વાતચીત
જેમાં પ્રથમ વખત આ પ્રકારનું કૃત્ય કરનાર વાહનચાલકોને 250 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. ત્યારબાદ જો આજ વાહન બીજી વખત કેમેરામાં કેદ થશે તો 500 રૂપિયા અને ત્રીજી વાર ઝડપાશે તો 700 રૂપીયા સુધીનો દંડ ફટકારવા અંગેની જોગવાઇ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details