ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ આગામી 25 માર્ચ સુધી લોકડાઉન, પોલીસ કમિશનરે ઈટીવી ભારત સાથે કરી ખાસ વાતચીત - પોલીસ કમિશ્નર

કોરોના વાઇરસ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાઇરસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગામી 25 માર્ચ સુધી શહેર લોકડાઉન કરવાનો નિર્ણય રાજકોટ વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.

Rajkot lock-down till March 25, a special talk with Commissioner of Police
Rajkot lock-down till March 25, a special talk with Commissioner of Police

By

Published : Mar 22, 2020, 5:29 PM IST

Updated : Mar 22, 2020, 6:43 PM IST

રાજકોટ: કોરોના વાઇરસના કારણે વિશ્વના મોટાભાગના દેશો ચિંતિત છે, ત્યારે ભારતમાં પણ ધીમે-ધીમે કોરોના વાઇરસનો ભય વધી રહ્યો છે. જેને લઈને ગુજરાત સરકાર દ્વારા આગામી 25 માર્ચ સુધી રાજ્યના અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટને લોકડાઉન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રાજકોટ આગામી 25 માર્ચ સુધી લોકડાઉન, પોલીસ કમિશ્નરે ઈટીવી સાથે કરી ખાસ વાતચીત

વડાપ્રધાન મોદી દ્વારા દેશવાસીઓને પોતાની રક્ષા માટે રવિવારે જનતા કરફ્યૂ કરવાની અપીલ કરવામાં આવી હતી. જેનો દેશમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જનતા કરફ્યૂના કારણે લોકો ઘરમાં રહીને આજનો દિવસ પસાર કરી રહ્યા છે. આ ઉપરાંત મોટાભાગની બજારો પણ રવિવારે બંધ રાખવામાં આવી છે, ત્યારે રાજ્ય સરકારના આદેશનો ચૂસ્તપણે પાલન થાય તે માટે રાજકોટ પોલીસ પણ કટિબદ્ધ છે. જેને લઈને ઇટીવી ભારત દ્વારા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાથે આ અંગે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

Last Updated : Mar 22, 2020, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details