રાજકોટમાં મોંઘી બ્રાન્ડનો ડુપ્લિકેટ અંગ્રેજી દારૂ ઉત્પાદન કરતી ફેક્ટરી પકડાઈ રાજકોટ : દારૂની મોટાપાયે હેરફેર તો સામાન્ય થઈ ગઈ છે, પરંતુ બૂટલેગરોની હિંમત વધી હોય અને કાયદો કાગળ પર હોય તેમ રાજકોટમાં પ્રથમવાર અંગ્રેજી દારૂ રિફિલિંગ કરીને મોંઘી બ્રાન્ડનો ડુપ્લિકેટ અંગ્રેજી દારૂ ઉત્પાદન કરવાની ફેક્ટરી પકડાઈ છે. આજકાલ જલ્દી પૈસા કમાવવા માટે લોકો અનેક રીતે ફ્રોડ કરે છે જેમાં ખાદ્ય ચીજોમાં ભેળસેળ તો કરે છે પણ રાજકોટમાં નવો નુસખો અપનાવી શાતિરોએ હલકી દારૂને ઊંચી બ્રાન્ડની દારૂની બોટલમાં ભરવાનું કારસ્તાન આચર્યું હતું. આ કારસ્તાન વધુ ચાલે તે પહેલા જ પોલીસ કારસ્તાન ઝડપી બે શખ્સોની ધરપકડ કરી છે.
બે આરોપીની ધરપકડ : રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારના ધરમનગરમાં એક મકાનમાં પરોઢીયે ક્રાઈમ બ્રાન્ચના PSI ડી.સી.સાકરિયા સહિતની ટીમે ત્રાટકી હતી. જ્યાં અંગ્રેજી દારૂની ફેક્ટરી શરૂ કરી દેનાર કિશન પાટડીયા સોની (ઉ.વ.26) અને તૌકીક મહેબુબભાઈ બુખારી (ઉ. 22)ની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. મુખ્ય ભેજુ મનાતા જંગલેશ્વરના હસીમ હનીફભાઈને પકડવા તજવીજ હાથ ધરી છે.
લકી દારૂને ઊંચી બ્રાન્ડની દારૂની બોટલમાં ભરવાનું કારસ્તાન કેવી રીતે વેચાણ કરતા : રાજકોટના ડી.સી.બી.પોલીસ મથકમાં પ્રોહી.એક્ટની વિવિધ કલમો ઉપરાંત આઈપીસી 465, 468, 471, 114 હેઠળ નોંધાયેલ ગુના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ઝડપાયેલા વ્યક્તિઓ 300ની દારૂની બોટલની કિંમત 3000 થઈ જાય તે રીતે ડુપ્લિકેટ અને મોંઘી બ્રાન્ડનો અંગ્રેજી દારૂ રિફિલિંગ કરતી ફેક્ટરી ચલાવતા હતા. આ માટે તેઓ સસ્તો દારૂ લઈ આવતા અને જુદી-જુદી મોંઘી બ્રાન્ડના મોંઘા દારૂના સ્ટીકર, લેબલ વગેરેના ઉપયોગથી રિફિલિંગ કરીને ડુપ્લિકેટ બોટલ બનાવીને તેનું મોટાપાયે વેચાણ કરતા હતા.
ડુપ્લિકેટ અંગ્રેજી દારૂ ઉત્પાદન આ પણ વાંચો :Surat Crime: ગ્રામ્ય પોલીસે ઓલપાડ તાલુકામાં દેશીદારૂનો નાશ કર્યો, 70 આરોપીઓની અટકાયત
દારૂની ડિલિવરી માટે નુસ્ખો : ઝડપાયેલા આ શખ્સોએ દારૂની ડિલિવરી માટે પણ અલગ રસ્તો અપનાવ્યો હતો. શાંતિરો દ્વારા ટ્રાન્ઝીસ્ટર જેવું બહારથી કોઈ ઇલેક્ટ્રોનિક સાધન હોય તેમ લાગે અને ચળકતી લાઈટ હોય તેવા સાધનમાં આ દારૂની બોટલો મોકલાતી હતી અને આ સમગ્ર કારસ્તાન ચાલતું હતું. આમ તો, દારૂની ડીલીવરી ચૂપચાપ પોલીસથી બચીને થાય છે, પણ આ શખ્સોએ વાપી પ્રોડક્ટ્સ ઈન્ડસ્ટ્રીઝ, સેલવાસા રોડના નામે તદ્દન ખોટું બિલ બનાવીને તેનો ટ્રાન્સપોર્ટમાં ઉપયોગ કર્યો હતો. રાજકોટનું ખોટું સરનામું જે જલારામ ટ્રેડીંગ, મીના મોઈન્ટનર, ભક્તિનગર રેલવે સ્ટેશન એવું ઉભુ કર્યું હતું.
આ પણ વાંચો :Ahmedabad Crime: સિવિલ હોસ્પિટલની બહાર દારૂના વેચાણનો વીડિયો વાઈરલ, પોલીસ શંકાના દાયરામાં
કેટલો મુદામાલ કબ્જે કર્યો : આ શાંતિરોએ અત્યાર સુધીમાં આ રીતે કેટલા લોકોને કેટલો બોગસ દારૂ વેચ્યો તે અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે. સ્થળ પરથી પોલીસે બ્રાન્ડેડ અંગ્રેજી દારૂની 88 બોટલ, પ્લાસ્ટિકનું કેન, લાલાશ પડતા રંગનો 2 લિટર દારૂનું સીલબંધ વસ્તુ, ડુપ્લીકેટ દારૂ ભરીને નવા બ્રાન્ડેડ તરીકે રજૂ કરવા અલગ-અલગ બ્રાન્ડની 84 ખાલી બોટલો અને તેના 140 સ્ટીકર, ગરણી, ડબલુ, ડોલ સહિતના સાધનો, ઓટોરિક્ષા, એકટીવા, એક ચાપડા મારવાનું મશીન, રિવેટ નંગ 100, સેલર ટેપ, દારૂની રિફિલિંગ વખતની એક અર્ધી ભરેલી બોટલ કે જે દરોડા વખતે આ પ્રોડક્શન ચાલુ હતું તેને પણ પકડી પડ્યું છે. દારૂની ડિલિવરી માટે લોખંડની ઈલેક્ટ્રીક વોલ્ટેજ પેનલની 6 બોક્સ, કટર, 3 મોબાઈલ ફોન, બિલ સહિતના કુલ 2.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.