- LCBની ટીમે 3 આરોપીની કરી ધરપકડ
- 10 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કરી કબૂલાત
- પોલીસે વધુ તપાસ હાથ ધરી
રાજકોટઃ જિલ્લામાં અને જૂનાગઢ જિલ્લામાં ચોરીની ઘટનાને અંજામ આપનારી ગેંગની રાજકોટ રૂરલ LCB પોલીસની ટીમે ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે 10 ગુનાને અંજામ આપનારા શિકલીગર ગેંગના 3 શખ્સોને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે.
રાજકોટ અને જૂનાગઢમાં ચોરી કરનારા 3 આરોપીની LCBની ટીમે કરી ધરપકડ પોલીસે રૂપિયા 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે આરોપીઓની પૂછતાછ કરતા રાજકોટ ગ્રામ્ય અને જૂનાગઢ જિલ્લામાં 10 જેટલી ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે ધરમસિંગ મંગલસિંગ બાવરી, દર્શનસિંગ અને ઇમરતસિંગ મહેન્દ્રસિંગ દુધાણી નામના 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે રૂપિયા 2,40,000 કિંમતની કાર, 41,700 રૂપિયા રોકડ રકમ સહિત કુલ 2 લાખ 87 હજાર 700નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ અને જૂનાગઢમાં ચોરી કરનારા 3 આરોપીની LCBની ટીમે કરી ધરપકડ આ પણ વાંચોઃજૂનાગઢ પોલીસને મળી સફળતા, ગુજરાત અને અન્ય રાજ્યોમાં ચોરી કરતા 2 ચોરની ધરપકડ
ગેંગના કુલ 4 સભ્યોમાંથી 3 ઝડપાયા
રાજકોટ રુરલ પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહિલે જણાવ્યું કે, આ ગેંગના કુલ 4 સભ્યો છે. જે પૈકી 2 સુરત, 1 અમરેલી અને 1 જૂનાગઢ જિલ્લામાં રહે છે. આરોપીઓ સાથે મળી ચોરી કરવાનો પ્લાન બનાવતા અને બાદમાં એક કારમાં સવાર થઇ રેકી કર્યા મુજબ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપતા હતા. પોલીસે હાલ હજુ એક આરોપી અર્જુનસિંગની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલા આરોપી પૈકી ધરમસિંગ બાવરી ઉપર અગાઉ માણાવદર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયેલો છે, જ્યારે દર્શનસિંગ ભૌડ વિરુદ્ધ સુરતના ઉધના અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરીના ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.