ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલમાં દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી રાજકોટ LCB - Rajkot LCB seized a factory

રાજકોટ LCBને ગોંડલમાં પંચપીરની ધાર મફતીયા પરામાં રહેતા પ્રકાશ ઉર્ફે પકો ગીરધરભાઇ મકવાણા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે રેઇડ પાડતા કુલ 8,200 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલમાં દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી રાજકોટ LCB
ગોંડલમાં દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી રાજકોટ LCB

By

Published : Jun 28, 2020, 10:36 PM IST

રાજકોટ: ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામીણાએ જિલ્લામાં જુગાર પ્રવૃત્તિને નાબુદ કરવા સૂચના આપી હતી તથા એલ.સી.બી., PI એમ.એન. રાણાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના અધિકારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમી આધારે ગોંડલમાં પંચપીરની ધાર મફતીયા પરામાં પ્રકાશ ઉર્ફે પકો ગીરધરભાઇ મકવાણા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાથી ત્યાં રેઇડ પાડી હતી.

જ્યાં રેઇડ પાડતા દેશી દારૂ લીટર 40, કી.800, દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર 1200 કી.2,400, ભઠીના સાધનો જેમા ગેસના બાટલા નંગ 1 તથા પ્લાસ્ટીકના બેરેલ, લોખંડના બેરેલ, ચુલ્લા, તગારા જેવા સાધનો જેની કી. 5000 કુલ મુદામાલ કી.8,200 જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં જમાદાર રવીદેવભાઇ બારડ ,અનીલભાઇ ગુજરાતી તથા યેન્દ્રસીંહ વાઘેલા સહિતના સ્ટાફ જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details