ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime : રાજકોટમાં ટુકડા કરાયેલા યુવતીના મૃતદેહને ઓળખવા હવે સૌરાષ્ટ્રભરમાં પોલીસની તપાસ - Rajkot Lalpari river woman dead body found

રાજકોટની લાલપરી નદીમાં યુવતીના ટુકડા કરાયેલા મૃતદેહની હજુ સુધી ઓળખાણ થઈ નથી. જે મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. યુવતીની ઓળખાણ મામલે પોલીસ હવે સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાં તપાસ હાથ ધરી છે.

Rajkot Crime : રાજકોટમાં ટુકડા કરાયેલા યુવતીના મૃતદેહને ઓળખવા હવે સૌરાષ્ટ્રભરમાં પોલીસની તપાસ
Rajkot Crime : રાજકોટમાં ટુકડા કરાયેલા યુવતીના મૃતદેહને ઓળખવા હવે સૌરાષ્ટ્રભરમાં પોલીસની તપાસ

By

Published : Apr 17, 2023, 3:28 PM IST

રાજકોટની લાલપરી નદીમાં યુવતીના ટુકડા કરાયેલા મૃતદેહ મામલે પોલીસની મુશ્કેલીમાં વધારો

રાજકોટ : રાજકોટના મોરબી રોડ પર આવેલી લાલપરી નદીમાં યુવતીની હત્યા બાદ તેની મૃતદેહના ટુકડા કરીને બેગમાં નાખી જવા મામલે પોલીસ દ્વારા તપાસ સઘન બનાવમાં આવી છે. જ્યારે આ કેસમાં હજુ સુધી આ મૃતક યુવતી કોણ છે તેની ઓળખાણ પોલીસને થઇ નથી. જેને લઇને પોલીસ દ્વારા હવે સૌરાષ્ટ્રભરમાં આ મામલે તપાસ શરૂ કરાઇ છે. જેમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ દ્વારા છેલ્લા 15 દિવસોમાં ગુમ થયેલી અથવા ઘરેથી નીકળી ગયેલી યુવતીની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. જેના કારણે આ મૃતક યુવતીની પહેલા ઓળખાણ થઈ શકે અને આ મામલાની તપાસ આગળ વધે. હાલ પોલીસ દ્વારા આ મામલે લાલપરી નદીમાં પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :Rajkot Crime : રાજકોટમાં મહિલાની ટુકડા કરાયેલ મૃતદેહ મળવાનો મામલો, ઓળખ અંગે હજુ પણ રહસ્ય અકબંધ

લાલપરી નદીમાં શોધખોળ શરૂ :સમગ્ર મામલે રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ હવે પોલીસ દ્વારા આ મામલે વધુ શોધખોળ શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે પોલીસે ફાયર વિભાગને સાથે રાખીને જ્યાં નદીમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો છે. તે નદીમાં શોધખોળ શરૂ કરી છે. એવામાં નદીમાંથી માત્ર યુવતીના મૃતદેહ બેગમાં ભરેલી મળી આવ્યો હતો. સાથે તાવીજ પણ મળી આવ્યું હતું. આ તાવીજ મળવાની ઘટનાને લઈને પોલીસ સોની બજાર અને ઈમિટેશન માર્કેટમાં પણ તપાસ કરી રહી છે. જેમાં આ પ્રકારનું તાવીજ કોણ બનાવે છે અને કોને ખરીદી કરી હતી તે તમામ બાબતોની વિગતો મેળવી રહી છે. ઉલ્લેખનિય છે કે, યુવતીની હત્યા કરાયેલા મૃતદેહ મળ્યા બાદ હજુ સુધી આ યુવતી ઓળખ નહિ થતા પોલીસની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.

ફાયર વિભાગની ટીમ નદીમાં ઉતરી

આ પણ વાંચો :Asad Ahmad encounter: અસદનો મૃતદેહ લેવા પહોંચ્યા તેના ફુવા, ગુલામનો મૃતદેહ લેવા કોઈ આવ્યું નહીં

નદીમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવવાની શક્યતા :આ સમગ્ર મામલે રાજકોટ બી ડિવિઝન બારોટે પોલીસ મથકના PI એ જણાવ્યું હતું કે, બે ત્રણ દિવસ પહેલા નદીમાંથી એક યુવતીની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવવાનો મામલો સામે આવ્યો હતો. જ્યારે આ મૃતદેહ કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો અને મૃતદેહ પર કપડાં પણ નહોતા. જેના કારણે નદીમાં કોઈ વસ્તુઓ અથવા કપડાં મળી જાય તો અમે આ મૃતક યુવતી કોણ છે તેના સુધી પહોંચી શકીએ. જ્યારે આ યુવતીનો મૃતદેહ નજીકથી તાવીજ મળી આવ્યું હતું. તે મામલે અમે ચોટીલા ખાતે તપાસ કરી આવ્યા છીએ, પરંતુ ત્યાંથી પણ કોઈ વિશેષ માહિતી હાથ લાગી નથી. હાલ આ મામલે વધુ તપાસ રાજકોટના વિવિધ પોલીસ મથકમાં શરૂ છે.

ABOUT THE AUTHOR

...view details