ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News : ઉતાવળી નદી કાંઠે મુરલી મનોહરને ફળ ચડાવવાથી દિલના દુ:ખ-દર્દ થાય છે દૂર

રાજકોટની એક ઉતાવળી નદી કાંઠે શ્રી મુરલી મનોહર મંદિરે લોકો ફળની માનતા રાખીને પોતાના દુઃખ દૂર કરે છે. મહત્વની વાત એ છે કે, આથમણી એટલે કે પશ્ચિમ મુખે અહીં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે. ઉતાવળી નદી કાંઠે આવેલા મુરલી મનોહર પર લોકોની અતૂટ શ્રધ્ધાઓ જોવા મળે છે. ત્યારે શું છે સમગ્ર રસપ્રદ વાત આવો જાણીએ.

Rajkot News : ઉતાવળી નદી કાંઠે મુરલી મનોહરને ફળ ચડાવવાથી દિલના દુ:ખ, દર્દ થાય છે દૂર
Rajkot News : ઉતાવળી નદી કાંઠે મુરલી મનોહરને ફળ ચડાવવાથી દિલના દુ:ખ, દર્દ થાય છે દૂર

By

Published : Feb 22, 2023, 4:31 PM IST

શ્રી મુરલી મનોહર મંદિર પર લોકોની અતૂટ શ્રદ્ધા

રાજકોટ : ધોરાજી તાલુકાના સુપેડી ગામની ઉતાવળી નદી કાંઠે એક પુરાણું ઐતિહાસિક ભગવાન શ્રીકૃષ્ણનું મુરલી મનોહર મંદિર આવેલું છે. આ મંદિર વિશે વાત કરીએ તો, દરેક ભગવાન અને દરેક દેવોના મુખ ઊગમણી તરફ એટલે કે પૂર્વ તરફ જોવા મળતા હોય છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના પશ્ચિમ મુખે એટલે કે આથમણી કોરના મંદિરો એક દ્વારકાની અંદર આવેલું છે. જ્યારે બીજું મંદિર ડાકોર ખાતે આવેલું છે, ત્યારે આવું જ એક મંદિર રાજકોટ, ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે શ્રી મુરલી મનોહર મંદિર આવેલું છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિનું મુખ પશ્ચિમ એટલે કે આથમણી કોર હોવાનું મંદિરમાં જોવા મળ્યું છે.

ભક્તોની આસ્થાનું પ્રતિક : સુપેડી ખાતે આવેલા શ્રી મુરલી મનોહર મંદિરની અંદર ભક્તો પોતાની અનેક આસ્થાઓ, શ્રદ્ધાઓ અને વિવિધ માનતાઓ પૂર્ણ કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણને વિશેષ માનતા કરે છે. જેમાં પૂજારીના જણાવ્યા પ્રમાણે ભક્તો અહીં સીઝનના ચાલતા ફ્રુટની માનતા કરે છે. સિઝનમાં ચાલતા કોઈપણ ફ્રુટ ભગવાન શ્રીકૃષ્ણને ચડાવે છે. આ મંદિર ખાતે આસપાસના પંથક તેમજ દેશ વિદેશથી ભક્તો પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવે છે. ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને પોતાની માનતાઓ પૂર્ણ કરે છે.

ઉતાવળી નદી કાંઠે શ્રી મુરલી મનોહર મંદિર

ભક્તોની અલગ અલગ માનતા : આ મંદિરે આવતા ભક્તો અલગ અલગ માનતા કરે છે. જેમાં કોઈ ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા માટે કરેલી માનતા પૂર્ણ કરવા કોઈ દૂર દૂરથી ચાલીને ભગવાન શ્રીકૃષ્ણના મંદિર ખાતે આવે છે. પોતે કરેલી માનતા અને આસ્થા શ્રદ્ધા સાથે પૂર્ણ કરે છે. તો કોઈ ભક્તો ભગવાન શ્રીકૃષ્ણને ધજા ચડાવે છે. ભોજન પ્રસાદીનું પણ અહીંયા ભવ્ય આયોજન કરે છે. પોતે કરેલ માનતાઓ પૂર્ણ કરે છે અને ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખે છે.

શ્રીકૃષ્ણની બાલ્યાવસ્થાઓની મૂર્તિઓ : આ મંદિરની અંદર ભગવાન શ્રીકૃષ્ણની તમામ બાલ્યાવસ્થાઓની વિવિધ મૂર્તિઓ બિરાજમાન છે. સાથે જ ભગવાન શ્રીકૃષ્ણના ગર્ભગૃહની અંદર ભાવિ ભક્તો દર્શન કરી શકે છે. ભગવાન શ્રીકૃષ્ણને કાલાવાલા પણ કરી શકે છે. આ મંદિરમાં મહિલાઓ અહીં સત્સંગ કરે છે. ભગવાનની ભક્તિ અને ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવા રાસ રમીને ગીત ગાતા-ગાતા ભગવાનની ભક્તિ કરે છે. બાળપણના તેમજ ભગવાન શ્રીકૃષ્ણની અનેક લીલાઓ અને આસ્થાઓના ગુણગાન કરતા તાલીઓના તાલ સાથે રાસ રમતા પણ નજરે પડે છે.

ભગવાન શ્રી કૃષ્ણ

મંદીરમાં ઉત્સવો ધામે-ધૂમે :સુપેડીના આ મુરલી મનોહર મંદિર ખાતે અનેક મનોરથો તેમજ અનેક ઉત્સવો ધામે-ધૂમે અને હોશે-હોશે ઉજવવામાં આવે છે, ત્યારે અહીં મંદિરના પૂજારી અને તેમનો પરિવાર ઘણી પેઢીથી ભગવાન શ્રીકૃષ્ણની સેવા પૂજા કરે છે. તેમને મળેલા આ સેવાનો ખૂબ સુંદર રીતે નિભાવ પણ કરે છે. સાથે જ અહીં આવતા ભક્તોને પણ જ્ઞાન, સંસ્કાર તેમજ મંદિરની આસ્થાઓ અને શ્રદ્ધાઓ વિશે જણાવતા પણ નજરે પડે છે.

મંદિર હજારો વર્ષ પુરાણું :લોકવાઇકા મુજબ મંદિર હજારો વર્ષ પુરાણું છે. જેમની કોતરણીઓ અદભુત જોવા મળે છે. જેમાં બે ભાઈઓ દ્વારા અહીંયા મંદિર બનાવવામાં આવ્યા છે. જેમાં એક ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર અને બીજું ભગવાન શંકરનું મંદિર બનાવવામાં આવ્યું છે, ત્યારે લોકવાયકા મુજબ આ બંને મંદિરો બંને ભાઈઓએ બનાવ્યા છે. બંને ભાઈઓએ જ્યારે મંદિર બનાવ્યા હતા, ત્યારે બંનેના મંદિરના ચાલતા કામ વચ્ચે પડદો રાખવામાં આવ્યો હતો. છતાં પણ એકબીજાના મંદિરની કારીગરી જોયા વગર બંને ભાઈઓના એક જ સરખા અને એક જ સરખી કોતરણીના મંદિર બન્યા હોવાની પણ લોકવાયકા અહીં સાંભળવા મળે છે.

લોકોની આસ્થા

દસ દેવો બિરાજમાન : સુપેડીના મુરલી મનોહર મંદિર ખાતે દસ જેટલા દેવો બિરાજમાન છે. જેમાં આ તમામ દેવ સ્થાનો પર રોજ ધજાઓ ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવે છે. સાથે જ આ મંદિરમાં તેમજ આસપાસના વિસ્તારના કોઈ પણ ભૂખ્યા કે ગરીબ લોકો ભૂખ્યા ન જાય કે ભૂખ્યા પસાર ન થાય તે માટે વિશેષ અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે.

આ પણ વાંચો :Rajkot News: અનોખું મંદિર, લપસીયા ખાયને દુઃખ કરો દૂર, ભીચરી માતાના મળે છે આશીર્વાદ

કોઈ વ્યક્તિ ભૂખ્યો પસાર ન થાય તેની તકેદારી : સૂપેડીના આ મુરલી મનોહર મંદિરના આ અન્નક્ષેત્રની અંદર રોજબરોજ અનેક ભૂખ્યાઓ તેમજ શ્રદ્ધાળુઓ ભાવથી ભોજન લેતા પણ નજરે પડે છે, ત્યારે અહીંના પૂજારી પરિવાર અને સેવકો દ્વારા પણ ભૂખ્યાને ભાવથી અને શ્રદ્ધાથી પણ ભોજન કરાવી અને ભગવાન શ્રીકૃષ્ણએ દીધેલી આ સુંદર કામગીરી અને સેવાના તેમજ લોક કલ્યાણના કાર્યોને કરી પોતાને પણ ધન્યતા અનુભવે છે.

શ્રી મુરલી મનોહર મંદિર

ભક્તોનું શું કહેવું છે : સુપેડી ગામ ખાતે નદી કાંઠે બનેલા આ મંદિરમાં આવતાની સાથે ભક્તોએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવાથી તેઓ ખૂબ રાજીપો અનુભવે છે. દ્વારકા દર્શન કરવા જેવો જ આનંદ અને ડાકોર ખાતે બિરાજમાન શ્રીકૃષ્ણના દર્શન કરવામાં જે આનંદ અને શ્રદ્ધા પૂર્વક આસ્થા પૂર્ણ થાય છે. તેવી જ રીતે સુપેડીના આ મુરલી મનોહર મંદિર ખાતે તેમની તમામ આસ્થાઓને શ્રદ્ધાઓ પૂર્ણ થાય છે. આ ઉપરાંત વધુમાં ભક્તોએ જણાવ્યું હતું કે, આ મંદિર પરિસરની અંદર પ્રવેશતાની સાથે સારા સકારાત્મક, ઉર્જા અને સારા વિચારો શરીરની અંદર પ્રવેશી જાય છે. જેથી અહી ભક્તોએ એક વખત આ મંદિરના દર્શન કરવા જોઈએ.

આ પણ વાંચો :Junagadh News: સોમનાથ ભાલકા તીર્થ પછી હવે રામ મંદિરના પણ ભક્તો કરી શકશે ઓનલાઇન દર્શન

ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન : સુપેડી ખાતેના આ મંદિર પરિસરમાં ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ધ્વજા ચડાવવાનું દર બીજ પૂનમ સહિતના મુખ્ય દિવસો અને મોટા તહેવારોની અંદર ભક્તો દ્વારા ભાવપૂર્વક શ્રદ્ધા સાથે કરવામાં આવે છે. જેમાં મંદિરના સેવકો તેમજ પૂજારી પરિવાર દ્વારા તેમના આ સંકલ્પ અને માનતાઓની અંદર માનતા પૂર્ણ કરવા માટે સૌ કોઈ સાથ સહકાર આપે છે. ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માત્રથી જ તેઓ ધન્યતા અનુભવે છે. જેથી તેમના દુઃખ દર્દો અને તેમની તકલીફ ભગવાન શ્રીકૃષ્ણ દૂર કરે છે. તેવું પણ ભક્તોએ જણાવ્યું છે, ત્યારે ETV BHARAT પણ જણાવે છે કે, ધોરાજીના સુપેડી ગામ ખાતે પશ્ચિમ મુખે આવેલા મુરલી મનોહરના દર્શન કરો. મંદીરમાં ધ્વજા ચડાવી આસ્થા સાથે પ્રાર્થના કરો તો ભગવાન તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરશે.

ABOUT THE AUTHOR

...view details