રાજકોટ :શહેરના અક્ષર માર્ગ પર 4.71 કરોડની કિંમતના 8.12 કિલોગ્રામ સોનાના દાગીનાની છેતરપિંડી થઈ હોવાની બાબત સામે છે. આ મામલે રાજકોટ શહેરના માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ નોંધાતા પોલીસે સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસની કાર્યવાહી આગળ હાથ ધરી છે.
શું ફરિયાદ નોંધાવી : આ અંગેની મળતી વિગતો અનુસાર રાજકોટ શહેરના માલવિયા નગર પોલીસ મથકમાં શોરૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રિતેશ પ્રકાશભાઈ રાણપરા નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, શોરૂમના સેલ્સમેન તરીકે ફરજ બજાવતા નિકુંજ જમનાદાસ આડેસરા નામના શખ્સે છેતરપીંડી કરી હોવાની બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે શિલ્પા લાઈફ સ્ટાઈલ શો રૂમમાં તેઓ સોનાના તેમજ હીરાના દાગીનાનું વેચાણ કરે છે. શો રૂમમાં સેલ્સમેન તરીકે નીકુંજ જમનાદાસ આડેસરા છેલ્લા સાતેક વર્ષથી નોકરી કરે છે. હાલમાં તે શિલ્પા લાઈફ સ્ટાઈલ શો રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે.
આ શખ્સને શું કામ આપ્યું હતું : શો રૂમમાં નિકુંજને સોનાની ચેન, મંગલસૂત્ર, પંજાનું વેચાણ અને સ્ટોક મેઈન્ટેઈન કરવાનું કામકાજ આપ્યું હતું. જેમાં તેનો હિસાબ તે સંભાળતો હતો. દરરોજના વેચાણનો હિસાબ રાત્રીના સમયે શો રૂમ બંધ કરવા સમયે કોમ્યુટર રાઈઝડ હિસાબ મારી પાસે ટેલી કરાવવાનો હોય છે. મહીને એકવાર આ સોનાના દાગીનાની ગણતરી કરી અને કોમ્પ્યુટર રાઈઝ સ્ટોક સાથે મેળવી ચેક કરી તેનો વેચાણનો હિસાબ દરેક વ્યક્તિ દીઠ અલગ-અલગ ચેક કરતા હોય છે. આ દરમિયાન ફરિયાદી તેમજ શોરૂમના માલિક હીરેન પ્રભુદાસભાઈ પારેખ સાથે મળી સોનાના દાગીનાનો હિસાબ ચેક કરતા જણાયેલ હતું.
કેટલી વસ્તુનો હિસાબ ન મળ્યો : સોનાના ચેન, મંગલસૂત્ર અને સોનાના પંજાના ટોટલ સ્ટોકમાંથી સોનાના ચેઈન અલગ-અલગ ડીઝાઈનના ફૂલ નં 381 જેનું કુલ વજન 6500 ગ્રામ જેની કિંમત આશરે 3.77 કરોડ. સોનાના મંગળસુત્ર નંગ 110 જેનું કુલ વજન 1300 ગ્રામ જેની કિંમત 75.40 લાખ. સોનાના પંજા નંગ 14 જેનું ફૂલ વજન 325 ગ્રામ જેની કિંમત 18.85 લાખ જેટલી થાય છે. તે સોનાના દાગીના વેચાણ અર્થે આપેલા હોય જેનો વેચાણનો હિસાબ કે સ્ટોકનો નંગનો હિસાબ આપેલ નહિ. જેથી યોગ્ય જવાબ ન મળતા અને સ્ટોક નહીં મળતા સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.