ગુજરાત

gujarat

ETV Bharat / state

Jantri Price : પહેલી મે સુધી જંત્રીના ભાવમાં વધારો સ્થગિત કરવા રાજકોટના બિલ્ડરોની માંગ - Rajkot Jantri price

જંત્રીના ભાવ બમણા કરી નાખવા બદલ હવે રાજકોટમાં પણ બિલ્ડરોની મુશ્કેલીઓ સામે આવી છે. આજે બિલ્ડર એસોસિએશન સહિત 10 જેટલા એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Rajkot Jantri Price : જંત્રીના ભાવ વધારાના લઈને 10 એસોસિએશને કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
Rajkot Jantri Price : જંત્રીના ભાવ વધારાના લઈને 10 એસોસિએશને કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

By

Published : Feb 10, 2023, 2:20 PM IST

Updated : Feb 10, 2023, 3:54 PM IST

જંત્રી ભાવ વધારો 1મે સુધી સ્થગિત કરવામાં આવે બિલ્ડર એસોસિએશન

રાજકોટ :રાજ્ય સરકાર દ્વારા રાતોરાત જંત્રીના ભાવ બમણા કરી નાખ્યા છે. ત્યારે આ મામલે બિલ્ડરો ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. જોકે, એક વખત અગાઉ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે આ મામલે બેઠક પણ યોજી હતી, પરંતુ હજુ સુધી આ મામલે કોઇ યોગ્ય નિરાકરણ નહીં આવતા રાજકોટમાં બિલ્ડર એસોસિએશન સહિત 10 જેટલા એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ પણ વાંચો :NAREDCO : જંત્રીના ભાવને લઈને નર્ડેકોની સરકાર પાસે માંગ, જંત્રી અંગે સર્વે કરીને અમલવારી કરો

10 જેટલા એસોસિએશન દ્વારા કરાઈ રજૂઆત : આ મામલે રાજકોટમાં બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રાતોરાત જંત્રીના ભાવ જે વધારવામાં આવ્યા છે. જેની સામે અમે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જ્યારે અમને જંત્રીમાં વધારો થાય તેની સામે વાંધો નથી, પરંતુ તેની જે લાગુ પ્રક્રિયા છે તે કરવી જોઈએ. સર્વે કર્યા બાદ જંત્રીમાં વધારો થાય તેમજ સ્ટેમ્પ ડ્યુટી અને જીએસટી પણ ભરવાની થાય છે. એમાં રાહત આપવામાં આવે, જેના કારણે બાંધકામ મોંઘું ન થાય અને લોકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટેનો સમય આપવામાં આવે તેવી અમારી માંગ છે.

આ પણ વાંચો :Jantari Hike : જંત્રીના ભાવ બાબતે સરકાર મક્કમ, બિલ્ડરે નવી જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરવાના રહેશે

1 મે સુધી જંત્રી વધારો સ્થગિત કરવામાં આવે :જ્યારે બિલ્ડર સહિતના 10 જેટલા એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવી છે કે, આગામી 1મે સુધી નવો જંત્રી ભાવ સ્થગિત રાખવામાં આવે, ઉલ્લેખનીય છે કે, બિલ્ડર એસોસિએશન દ્વારા બે દિવસ પહેલા આ મામલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમાં કોઈ યોગ્ય નિર્ણય નહીં આવતા આજે બિલ્ડર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. જ્યારે હજુ પણ મામલે સરકાર પોઝિટિવ હોવાનું બિલ્ડર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જંત્રી અને સ્ટેમ્પ ડ્યુટીના બમણા ભાવને લઈને અમદાવાદમાં રિયલ એસ્ટેટ વિભાગ સંકળાયેલ અનેક સંસ્થાઓ દ્વારા સરકાર સાથે મળી પોતાની માંગો રજુ કરી હતી. નર્ડેકો દ્વારા પણ સરકાર સાથે બેઠક કરી હતી. જેમાં પોતાને યોગ્ય લગતા સૂચનો પણ આપ્યા હતા.

Last Updated : Feb 10, 2023, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details