રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટમાનો એક પ્રોજેક્ટ એવા રાજકોટના હીરાસર ખાતે નિર્માણ (Rajkot International Airport )થઈ રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કામ જોરશોરથી(Hirasar Greenfield Airport, Rajkot ) શરૂ છે. ત્યારે હાલ આ એરપોર્ટના રન વેનું કામ 90 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમજ આગામી ઓગસ્ટ સુધીમાં સંપૂર્ણ એરપોર્ટનું કામ પૂર્ણ થાય તેવા પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે.
એરપોર્ટમાં ટર્મિનલ બનવાનું કામ શરૂ થશે
રાજકોટના હીરાસર ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટના(Rajkot Greenfield Airport) નિર્માણનું કામ શરૂ છે. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર મહેશ અરુણ બાબુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એરપોર્ટ બનાવવાનું કામ હાલ જોરશોરથી શરૂ છે. એરપોર્ટના રનવેનું કામ 90 ટકા જેવું પૂર્ણ થયું છે. આ રનવેનું કામ પૂર્ણ થયા બાદ અહીં ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવશે. આ સાથે જ આગામી એક માસ બાદ એરપોર્ટ ખાતે ટર્મિનલ બનાવાનું કામ પણ શરૂ કરવામાં આવનાર છે.