મંગળવારના રોજ ભગવાન પરશુરામની જન્મ જયંતિ છે. જેને લઈને રાજકોટમાં પરશુરામ ગ્રુપના સભ્યો દ્વારા આ વર્ષે ઈશ્વરિયા મહાદેવ ખાતે કાર્યક્રમ યોજવામાં આવનાર છે. રાજકોટ ખાતે યોજાનાર કાર્યક્રમમાં રાજકોટ સહીત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભુદેવો ઉમટી પડશે.
રાજકોટમાં પરશુરામ જયંતીના કાર્યક્રમમાં CM આપશે હાજરી - parshuram
રાજકોટઃ મંગળવારના રોજ પરશુરામ જયંતિ છે. જેને લઈને રાજકોટમાં પરશુરામ ગ્રુપ દ્વારા ભગવાન પરશુરામની જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલિ રૂપાણી હાજરી આપનાર છે. રાજકોટના જામનગર રોડ પર આવેલ ઇશ્વરીયા મહાદેવ ખાતે આ વર્ષની ઉજવણી થનાર છે.
પંકજ રાવલ
મહત્વનુ છે કે, આ સાથે રાજ્યના મુખ્યપ્રધાન અને રાજકોટના પનોતા પુત્ર એવા વિજય રૂપાણી તેમના ધર્મપત્ની સાથે ભગવાન પરશુરામના આર્શીવાદ લેવા માટે આવનાર છે. જેને પરશુરામ ગ્રૂપ દ્વારા જોરશોરથી તૈયારી કરવામાં આવી છે.